ભારતીય સરહદ નજીક ચીને ડબલ લેન સડક નિર્માણનું કામ પુરૂઃ કૈલાશ યાત્રાની ટૂકડીના અધિકારી

0
13

ન્યુ દિલ્હી,તા.૧૫
ચીન હજુ પણ તેની અવળચંડાઇ છોડવા તૈયાર નથી. ચીને હવે ભારત સામે વધુ એક જાળ બિછાવાની શરૂ કરી છે. ભારતીય સરહદ નજીક ચીને ડબલ લેન સડક નિર્માણનુ કામ પુરૂ કરી દીધુ છે. કૈલાશ માનસરોવરથી પરત ફરેલા યાત્રાળુઓનુ માનીએ તો સવારે આંખ ખોલતા ચીનમાં એક નવી સડકનુ નિર્માણ નજરે પડતુ હોય છે. ચીન લિંપિયાધૂરા સરહદ સુધી અગાઉ જ સડકનુ કામ પુરૂ કરી ચૂક્્યુ છે.
કૈલાશ યાત્રાથી પરત ફરેલી પંદરમી ટૂકડીના અધિકારી સંજીવ કુમારનુ કહેવુ છે કે ચીનમાં સડકોની કામગીરી ખુબ ઝડપથી થઇ રહી છે. ચીને ભારતીય સરહદ સુધી ડબલ લેન રોડ બનાવી દીધો છે.ચીને પહાડી વિસ્તારમાં પણ ચારેકોર સડકો બનાવી દીધી છે. જ્યારે કે બીજી તરફ ભારતમાં ચીની સરહદ નજીક સડકનુ કામ ઘણુ મંથર ગતિએ ચાલી રહ્યું છે. મુનશિયારીથી મિલમ સુધી સડકનુ કામ ર૦૧૬ સુધી પુરૂ કરવાનુ હતુ. પરંતુ તે કામ હજુ પુરૂ થયુ નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY