મુંબઈ,તા.૧૩
ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ કેસરીનું ફર્સ્ટ પોસ્ટર રિલિઝ થયું હતું. ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરની આ ફિલ્મ છે.
ફિલ્મ કેસરી બેટલ આૅફ સારગઢીની કથા પર આધારિત છે. આ કથા પરથી અજય દેવગણ પણ એક ફિલ્મ બનાવી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી. જા કે એ ફિલ્મની ઔપચારિક જાહેરાત હજુ થઇ નથી.
કેસરી આવતા વરસે રજૂ થવાની છે. આ પોસ્ટર પરથી ટ્રેડ પંડિતોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ૨૦૧૯નું વર્ષ પણ અક્ષય કુમાર માટે લકી સાબિત થાય તો નવાઇ નહીં. ચાલુ વરસે રજૂ થયેલી અક્ષયની બંને ફિલ્મો પેડમેન અને ગોલ્ડ હિટ નીવડી હતી. આ બંને ફિલ્મો દર્શકો અને સમીક્ષકો બંનેને ગમી હતી.
આવતા સપ્તાહે અક્ષયની સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથેની ફિલ્મ ૨.૦ રજૂ થવાની છે જેમાં પહેલીવાર અક્ષયે નેગેટિવ કહેવાય એવો રોલ કર્યો છે.
૧૮૯૭માં દસ હજાર અફઘાન હુમલાખોરો સામે ફક્ત ૨૧ શીખ સૈનિકોએ જારદાર લડાઇ આપી હતી. જા કે મોટાભાગના શીખ સૈનિકો શહીદ થઇ ગયા હતા. આ લડાઇ ઇતિહાસમાં બેટલ આૅફ સારગઢી તરીકે ઓળખાય છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર હવાલદાર ઇશર સિંઘનો રોલ કરી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


