એનએચ-૮ હિટ એન્ડ રન : હોમગાર્ડના જવાનનું મોત

0
48

વડોદરા,
તા.૨૨/૦૩/૨૦૧૮

નેશનલ હાઇવે નંબર-૮ ઉપર નાઇટમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનનું ગુરૂવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. હીટ એન્ડ રનની આ ઘટના અંગે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના કિશનવાડી રામ ફળીયામાં રહેતો મનિષ રોહિત (ઉં.વ.૨૫)ની બાપોદ પોલીસ મથકમાં નોકરી હતી. સોમવારે નાઇટમાં નેશનલ હાઇવે નંબર-૮ ઉપર એલ એન્ડ ટી નોલેજ સીટી પાસે નોકરી હતી. મનિષ રોહિત તેના સમયે નોકરી ઉપર પહોંચી ગયો હતો. દરમિયાન પુરપાટ પસાર થઇ રહેલા કોઇ અજાણ્યા વાહને હોમગાર્ડ જવાનને અડફેટે લેતા તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સાથી પોલીસ જવાનોએ આ અંગેની જાણ બાપોદ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ સાથે મૃતકના પરિવારજનોને બનાવની જાણ કરાતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

આ બનાવ અંગે બાપોદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY