શ્રીલંકાઃ કાલમુનઇ શહેરમાં થયેલા ફિદાયીન હુમલાની જવાબદારી ISISએ લીધી

0
287

આ સાથે જ બે આતંકીઓની તસ્વીર પણ જાહેર કરી
કોલંબો,તા.૨૮
શ્રીલંકાના કાલમુનઇ શહેરમાં શુક્રવારે થયેલાં ફિદાયીન હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે. આ હુમલામાં ૧૭ લોકોનાં મોત થયા હતા. પોલીસને શંકા છે કે તેમાંથી આઠ આતંકી હતા. ISના મુખપત્ર અલ-અમાક ન્યૂજમાં શનિવારે કહેવાયું કે હુમલામાં માર્યા ગયેલાં લોકો પોલીસ અધિકારી હતા. આ સાથે જ બે આતંકીઓની તસવીર પણ જાહેર કરવામાં આવી છે. દાવો કરાયો છે કે આ બંને હુમલામાં સામેલ હતા.
શ્રીલંકામાં આ પહેલાં ઇસ્ટરના દિવસે એટલે કે ૨૧ એપ્રિલે ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલમાં આઠ વિસ્ફોટો થયા હતા, જેમાં ૨૫૩ લોકો માર્યા ગયા હતા. મરનારમાં ૧૦ ભારતીય સહિત ૩૯ વિદેશી નાગરિકો હતા.
ઇસ્ટર પર શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ શ્રીલંકાઇ સુરક્ષાદળ સંદિગ્ધ જગ્યાઓ પર દરોડા પાડી રહ્યાં છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે થયેલાં આતંકી હુમલામાં ૧૭ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં છ બાળકો, ત્રણ મહિલાઓ પણ છે. અધિકારીઓને શંકા છે કે બાકીના ૮ શબ આતંકીઓના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY