ગૌ તસ્કરીના શકમાં ૨૫ લોકોને દોરડાથી બાંધ્યા,’ગાય માતાની જય’ના નારા લગાવડાવ્યા

0
7

ખંડવા,તા.૮
મધ્ય પ્રદેશના ખંડવામાં ગૌ તસ્કરીના શકમાં ૨૫ લોકોને લગભગ ૧૦૦ ગૌરક્ષકોએ રવિવારે પકડી લીધા. એક દરોડાથી તે તમામ લોકોના હાથ બાંધી તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. બાદમાં તમામ લોકોને તેમણે પોલીસના હવાલે કરી દીધા. મળતી જાણકારી મુજબ, ગૌરક્ષકોઐ આ તમામ પાસે ગાય માતાની જયના નારા પણ લગાવડાવ્યા.
મામલો ખંડવા જિલ્લા મથકથી લગભગ ૬૦ કિમી દૂર સાંવલીખેડા ગામનો છે. સ્થાનિક પોલીસે આ કથિત ગૌ તસ્કરો અને ગૌરક્ષકોની વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે. પોલીસે આ સંબંધમાં ૧૬ લોકોની ધરપકડ કરી છે.
ગૌરક્ષકો દ્વારા ગૌ તસ્કરી કરનારાઓને બળજબરીપૂર્વક લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌ તસ્કરોને દોરડાથી બાંધવામાં આવ્યા અને કાન પકડાવીને તેમને સજા કરવામાં આવી.
એસપી શિવદયાળ સિંહે કહ્યું કે અમે તમામ ગૌવંશની તસ્કરી કરનારા અને ગૌરક્ષકો બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અમે તે ૭-૮ વાહનો પણ પોતાના કબજામાં લીધા છે જેમાં ગૌ તસ્કરી કરવામાં આવી રહી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY