ડેડીયાપાડા તાલુકાના ભાટપુર ગામના સરપંચ અને માજી સરપંચ વચ્ચે નરેગા ના કામ બાબતે માથાકૂટ બાદ ફરિયાદ
રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભાટપુર ગામના માજી સરપંચ ભાવેશભાઈ રામસીંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તે અને તેમનો પરિવાર ગામમાં લગ્ન હોય લગ્નમાં જતા હતા એ સમયે ગામના હાલના સરપંચ મનહરભાઈ પુનાભાઈ વસાવા,હસમુખભાઇ પૂનાભાઇ વસાવા,
નરેશભાઇ પૂનાભાઇ વસાવા,દીલીપભાઇ છીતુભાઇ વસાવા અને ભાવેશભાઇ ઇશ્વરભાઇ વસાવા તમામ રહે.મોટાભાટપુર તા.દેડીયાપાડા એ એક સંપ થઇ ગેર કાયદેસર મંડળી રચી ભાવેશભાઈને કહેવા લાગેલ કે સરપંચ મનહરભાઇ પુનાભાઇ વસાવાની વિરુધ્ધમા નરેગાના કામો બાબતે કેમ અરજી કરેલી તેમ જણાવી અરજીની અદાવત રાખી ગમેતેમ ગાળો બોલી ભાવેશભાઈને ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ પહોંચાડી ગુનો કરતા આ બાબતે ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




