ખેડા જિલ્‍લામાં ૫.૩૮ લાખ ઉપરાંત બાળકોના આરોગ્‍યની ચકાસણી કરાશે

0
35

નડિયાદઃ ખેડા જિલ્‍લામાં શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષની વયના ૫,૩૮,૦૨૭ બાળકોના આરોગ્‍યની તપાસણી કરવામાં આવાનાર હોવાનું મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.ડી.સી.જાગાણીએ જણાવ્‍યું છે.

ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગામેથી શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમનો આવતીકાલ તા.૨૭-૧૧-૧૮ના રોજ પ્રારંભ થશે આ કાર્યક્રમ તા.૦૧-૦૨-૨૦૧૯ સુધી ચાલશે.

ર્ડા.જાગાણીએ જણાવ્‍યું કે, જિલ્‍લામાં ૨૦૭૫ આંગણવાડીના ૧,૬૪,૧૭૧, ૧૫૭૯ પ્રાથમિક શાળાઓના ૨,૮૧,૨૧૧, ૩૨૭ માધ્‍યમિક શાળાઓના ૮૬,૦૫૨ અન્‍ય ૨૭ શાળાઓના ૪,૫૨૭ અને શાળાએ ન જતા ૨૦૬૬ સહિત કુલ ૫,૩૮,૦૨૭ બાળકોના આરોગ્‍યની ચકાસણી કરવામાં આવશે.

આ કાર્યક્રમ હેઠળ સામાન્ય બીમારીઓમાં સ્થળ ઉપર સારવાર આપવામાં આવશે, આંખોની તકલીફવાલા બાળકોને તપાસ કરી જરૂરિયાતમંદ બાળકોને મફત ચશ્‍માનું વિતરણ કરવામાં આવશે. જેમાં હૃદય, કિડની,  કેન્સર, ક્લબફૂટ, બાળ ટીબી અને થેલેસેમિયા જેવી ગંભીર બિમારીવાળા બાળકોને સંદર્ભસેવા અન્‍વયે તપાસ કરાવી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં રીફર કરી વધુ સારવાર અર્થે (ઓપરેશન) રાજ્ય કક્ષાની સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કક્ષાએથી મંજુરી આપી વધુ સારવાર માટે તેમજ ઈમરજન્સી માટે આર.બી.એસ.કે વાહનમાં લઇ જવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઈમ્‍પ્‍લાન્ટ, ક્લબ ફૂટ અને કલેફટ/લીપ વિગેરે અસાધારણ બિમારીઓમાં સારવાર આપાવામાં આવે છે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ ની દરમિયાન કુલ ૫૨૬૨૯૨ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સામાન્ય બીમારી વાળા કુલ ૩૪૯૫૬ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી સંદર્ભસેવામાં કુલ ૧૦૧૫ બાળકો શોધી કાઢી ૧૦૦% તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. ગત વર્ષમાં ગંભીર પ્રકારની બિમારીવાળા બાળકોને જિલ્લા કક્ષાએથી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્‍યા હતા. જેમાં હૃદય – ૫૯ , કિડની – ૧૦, કેન્સર – ૦૬, અને અન્ય બિમારીવાળા-૬૭૨ બાળકોનો  સમાવેશ થાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY