ખેડૂતોના હામી હોવાના દાવા કરી આંદોલન કરતી કોંગ્રેસને કર્નાટક પંજાબ જેવા કોંગી શાસિત રાજયોમાં આંદોલન કરવું જોઇએ -કૃષિમંત્રી

0
14

• ગુજરાતમાં પશુપાલકોને દૂધ ઉત્પાએદકોને રૂા.૧૦ જેવી સબસીડી સરકાર આપે છે
• ગુજરાતની સરકાર શૂન્યઉ ટકા વ્યાેજે લોન-પાક વીમા યોજના-ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોની પડખે ઉભી છે
• કોંગ્રેસ પ્રજાની નજરોમાં રહેવા તેના કાર્યકરો દ્વારા આંદોલન ચલાવી હવાતીયા મારે છે
• ખેડૂત વર્ગો- પ્રજાનું કોઇ સમર્થન નથી.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં ખેડૂતોના નામે ચલાવાઇ રહેલા આંદોલન અને માર્ગો પર દૂધ ઢોળી દેવા, શાકભાજી ફેંકવા જેવી ઘટનાઓની આકરી આલોચના કરી છે. કૃષિમંત્રીએ સ્પરષ્ટફપણે જણાવ્યુંક કે ગુજરાતમાં મુખ્યંમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે ખેડૂતોના હિતોને હંમેશા અગ્રતા આપી છે.
ગુજરાતમાં પશુપાલકોને ગાય અને ભેંસના દૂધની સરકાર દ્વારા ખરીદીમાં રૂા.૧૦ ની સબસીડી અપાય છે. પરંતુ જે વિપક્ષ આંદોલન કરે છે તેમના જ પક્ષની સરકારો દ્વારા કર્ણાટક અને પંજાબમાં તો બે રૂપિયા જેવી નજીવી સબસીડી અપાય એ કોંગ્રેસ કેમ ભૂલી જાય છે ?
આર.સી.ફળદુએ એવી પણ ટીપ્પષણી કરી કે ખરેખર કોંગ્રેસે આવા આંદોલન કર્ણાટક-પંજાબમાં કરવા જોઇએ પણ કોંગ્રેસ ઘર ભૂલી છે.
કૃષિમંત્રીએ પણ ઉમેર્યું કે કેન્દ્રષની નરેન્દ્રખભાઇ મોદીની સરકાર અને ગુજરાતની વિજયભાઇ રૂપાણી સરકારે ખેડૂતોને ટેકાના ભાવ મગફળી, તુવેર, ચણા, રાયડામાં આપીને ખેડૂતોને શોષણમાંથી બચાવ્યાણ છે.
શાકભાજીના ભાવો પણ રોજેરોજ એ.પી.એમ.સી. મારફતે નિયમીત પણે નિયંત્રિત થતાં હોવાથી રાજયના પ્રજાજનોને વ્યાપજબી ભાવે શાકભાજી મળી રહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ સંદર્ભમાં કૃષિમંત્રીએ રાજયમાં રીંગણા, કોબીજ, ટામેટાં, દૂધી, કાકડી, ભીંડા જેવા શાકભાજીના ૨૦ કિલોના ભાવ ૧૦૦ થી ૭૦૦ સુધીના રહયા છે. તેની વિગતો આપી હતી.
આર.સી.ફળદુએ કહયું કે આ આંદોલાત્મનક કાર્યક્રમો આપીને કોંગ્રેસ પોતાના કાર્યકરો દ્વારા મીડિયામાં રહેવાના હવાતીયા મારે છે. હકિકતે રાજયના ખેડૂતવર્ગનો કોઇ ટેકો કે સમર્થન આ આંદોલન છે જ નહી. કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતનો ખેડૂત તેનું હિત સાચવનારી સરકાર ભાજપાની જ છે. તે સારી પેઠે સમજે છે. એટલે કોંગ્રેસના આવા વિરોધના ગતકડામાં ભરમાશે નહિ.
ફળદુએ યુપીએ શાસનમાં ખેડૂતોને આત્મપહત્યાો કરવી પડતી, ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા હતા એ વાતની વિપક્ષને યાદ અપાવતા કહયું કે એ વખતે ખેડૂત પ્રત્યે ની તમારી સંવેદના કયાં ખોવાઇ ગઇ હતી ? કૃષિમંત્રીએ ગુજરાતમાં ખેડૂતોને શૂન્યપ ટકા વ્યાનજે લોન, પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના અન્વાયે પાક વીમો જેવા કિસાન હિતકારી પગલાંઓથી ખેડૂતોની પડખે ઉભી રહેનારી સરકાર છે એમ જણાવતાં કહયું કે કોંગ્રેસ ખેડૂતોના નામે જે જુઠ્ઠાણા ચલાવે છે તે ગુજરાતની પ્રજા અને ખેડૂતવર્ગો સુપેરે જાણી ગયા છે અને આંદોલનને કોઇ પ્રતિસાદ મળતો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY