જાકાર્તા,તા.૨૨
આૅલિમ્પિક કાઉન્સિલ આૅફ એશિયા (ઓસીએ)એ ભારતની રમત ખો-ખોને માન્યતા આપી છે જેને પગલે સૌથી પહેલાં આ રમત પ્રદર્શન તરીકે એશિયન ઇન્ડોર ગેમ્સમાં સમાવવામાં આવશે. એવું મનાય છે કે કદાચ (૨૦૨૨ની) આવતી એશિયન ગેમ્સમાં ખો-ખોની રમતનો સમાવેશ થશે.
ભારતના સ્પોટ્ર્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોરે ખો-ખોને ઓસીએની માન્યતા અપાઈ હોવાના નિર્ણયને ગઈ કાલે આવકારતાં પીટીઆઇને કહ્યું હતું કે ‘આ નિર્ણય બતાવે છે કે ખેલજગતમાં ભારતની હાજરી કેટલી બધી અસરકારક સાબિત થઈ રહી છે. આપણી ખો-ખો રમત હવે દેશની બહાર નીકળીને એશિયન દેશોમાં પહોંચશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



