તેમણે ૭૦ ટકાથી વધુ મત પ્રાપ્ત કર્યા,વર્તમાન રાષ્ટ્રપતિને મ્હાત આપી
કિવ,તા.૨૨
યૂક્રેનમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોમેડિયન વલોડિમિર જેલિંસ્કીનો જ્વલંત વિજય થયો છે. તેમણે ૭૦ ટકાથી વધારે મતો હાંસલ થયા છે. જેલિંસ્કીએ વર્તમાન રાષ્ટ્રપતિ પેત્રો પોરોશેંકોને પરાજીત કર્યા હતાં.
પોતાની જીત પર આનંદ વ્યક્ત કરતા જેલિંસ્કીએ કહ્યું કે, હું આપને ક્યારેય અપમાનિત નહીં થવા દઉ. હું હજુ અધિકારિક રૂપે રાષ્ટ્રપતિ બન્યો નથી. પણ યૂક્રેનનાં એક નાગરિક તરીકે હું સોવિયત સંઘનાં તમામ દેશોને કહી શકુ છું કે અમને જુઓ, કંઇપણ શક્ય છે.
જેલિંસ્કી યૂક્રેનની એક કટાક્ષ ટીવી સીરીઝમાં કામ કરે છે. આ ટીવી સીરીઝમાં તેમનું કિરદાર ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે. યૂક્રેનમાં રાષ્ટ્રપતિની પાસે દેશની સુરક્ષા, રક્ષા અને વિદેશ નીતિ સંબંધિત મહત્વપૂર્ણ પાવર હોય છે. પરંતુ આજે જાગાનુજાગ આજે તેઓ સાચે જ યૂક્રેનના રાષ્ટ્રપતિ બન્યા છે.
વલોડિમિર યૂક્રેનમાં ઘણા લાંબા સમય સુધી ચાલતા એક કટાક્ષ ટીવી સીરીઝ ‘સર્વેટ ઓફ ધ પીપલ’માં લિડ કિરદાર અદા કરતાં એકટર હતાં. આ ટીવી સિરીઝમાં તેમનું પાત્ર ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે. બૂલથી રાષઅટ્રપતિ બનતા પહેલાં જે લિંસ્કી એક ટીચરનો રોલ અદા કરી રહ્યાં હતાં અને રાષ્ટ્રપતિ એટલે જ પસંદ થયા કારણ કે ભ્રષ્ટાચાર પર બનાવવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ ગયો હતો.
બાદમાં જેલિંસ્કીએ તેમનાં શોનાં નામની સાથે જ યૂક્રેનની એક રાજકીય પાર્ટી જોઇન કરી. જોકે જેલિંસ્કીની પાસે હાલમાં રાજકારણનો કોઇ જ અનુભવ નથી. તો તેમણે તેમનાં રાજકીય અભિયાનને અન્ય રાજનેતાઓથી પોતાને અંતરમાં રાખ્યા છે. તેમ છતાં તેમને પહેલાં તબ્બકાની ચૂંટણીમાં ૩૦ ટકાથી વધુ વોટ મળ્યા હતાં જે તેમનાં પ્રતિદ્વંદી પોરોશેંકોને ૧૫.૯ ટકા વોટ મળ્યા હતાં. તેની સરખામણીએ વલોડિમિરને બમણા વોટ મળ્યા હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


