કેશોદ,તા.૧૨
કેશોદનાં ત્રાંગળશા પીરની દરગાહ પાસે એક યુવાન અને યુવતીએ ઝેરી દવા પી લેતા બંનેને ૧૦૮ મારફત સારવાર માટે પહેલા કેશોદ અને બાદમાં જૂનાગઢની હોસ્પિટલે ખસેડાયાં હતાં. જ્યાં યુવતીનું જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને પિતરાઇ ભાઇ-બહેન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. યુવતીએ દવા પીધી ત્યારે તરફડિયા મારતી હાલતમાં કહ્યું હતું કે, અમને હિરેન ટાંક હેરાન કરે છે.
કેશોદના ત્રાંગળશા પીરની દરગાહ નજીક આજે એક ૨૩ વર્ષિય માંગરોળનાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લઇ તરફડીયા મારતાં હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરતાં બંનેને પહેલા કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડાયાં હતાં. જ્યાં બંનેની હાલત ગંભીર જણાતાં જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં યુવતીનું મોત નીપજયું હતું. જ્યારે યુવાનની હાલત ગંભીર છે. ઝેરી દવા પીધા પહેલા યુવાને એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે એવું કહ્યું હતું કે મેં કોઇનું કાંઇ બગાડયું નથી. જે માણસમાં લાગણી વધારે હોય એ જીવી ન શકે. તેણે પોતાનાં સાળા સામે એવો આક્ષેપ કર્યો હતો કે, તે મને બીવરાવે છે અને મને તથા મારી પિતરાઇ બહેન વચ્ચે અનૈતિક સંબંધો હોવાનું કહી બદનામ કરે છે. અને મારી સગાઇ તોડાવી નાંખવાની ધમકી આપે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


