કરાચી,તા.૨૧
પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં કરાચીના મેદાન પર શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી હતી. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાન ટીમે પોતાની પકડ મજબુત બનાવી લીધી છે. ઓપનર બેટ્સમેન આબિદ અલીએ એક વખત ફરીથી ઈતિહાસ રચ્યો છે. આબિદ અલી વનડે અને ટેસ્ટ ક્રિકેટની ડેબ્યુ મેચમાં સદી ફટકારનારા દુનિયાના પ્રથમ ક્રિકેટર છે. હવે તેમને બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી એક નવો ઈતિહાસ બનાવી દીધો છે.
પ્રથમ ઇનિંગમાં ૧૯૧ રનમાં ઓલ આઉટ થયેલી પાકિસ્તાની ટીમે શ્રીલંકા ટીમને પણ પ્રથમ ઇનિંગમાં ૨૭૧ રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. હવે બીજી ઇનિંગમાં પાકિસ્તાને મજબુત શરૂઆત કરી છે. મેચના બીજા દિવસના સેશનમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેનો શાન મહસુદ અને આબિદ અલીએ સદી ફટકારી પોતાની ટીમને મજબુત શરૂઆત આપી દીધી છે. બંનેએ પ્રથમ ૫૦ ઓવરમાં પોતાની ટીમને ૨૦૦ રનની પાર પહોંચાડી દીધી હતી.
આબિદ અલી આ દરમિયાન આક્રમક જોવા મળ્યા હતા. તેમને પોતાની સદી માટે ૧૫ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે, તેમની સાથે શાન મહસુદે ૬ ચોગ્ગા અને ૨ સિક્સરની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે, આબિદ અલી ૧૦૬ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૭૧૧૬ રન બનાવી ચુક્યા છે. તેમને ૩૨ વર્ષની ઉમરમાં પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી અને તેમને પ્રથમ બને ટેસ્ટમાં સતત સદી ફટકારી અનોખો રેકોર્ડ બનાવી દીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


