ચોરીના ગુન્હા મા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ભુજ એલ.સી.બી.

0
193

ભુજ કચ્છ: પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એસ.તીવારી નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાઔફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાશન બાતમી હકિકત મળેલ કે માનકુવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન. ૫૯/૧૭ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુન્હા કામેનો નાસતો ફરતો આરોપી હાસમ ઓસ્માણ વાઢા, રહે. મુળ-કાંઢવાંઢ (ખાવડા), તા.ભુજ વાળો જે સદરહુ ગુના કામે નાસતો ફરતો હોય અને હાલે લખુરાઇ ચાર રસ્તાથી થોડેક આગળ નાગોર ફાટક પાસે રોડ પર હાજર છે.

જેથી મળેલ બાતમી હકીકત આધારે તુરતજ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ આવી સદરહુ ઇસમને પકડી તેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ હાસમ ઓસ્માણ વાઢા, ઉ.વ.૩૦, રહે. મુળ- કાંઢવાંઢ (ખાવડા), તા.ભુજ, હાલે હંગામી આવાસ, હુસેની ચોક ભુજ વાળો હોવાનુ જણાવેલ અને સદરહુ ગુના કામે કબુલાત આપતો હોય સદરહુ આરોપીને ધોરણસર અટક કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ થવા સોંપવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY