પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેંજ ભુજ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઈ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.જે.રાણાની સુચનાથી પધ્ધર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો કોટડા ઓ.પી.વિસ્તારમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ કે,અરવિંદ દેવજીભાઈ મહેશ્વરી નામનો માણસ બ્લ્યુ કલરનું ટીશર્ટ પહેરેલ કોટડા બસ સ્ટેશન પાસે ઉભેલ છે.અને તે માણસ પોતાના મોબાઈલ ફોનથી ગે.કાં.રીતે વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે.જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વરલી-મટકાનું સાહિત્ય(ચિઠ્ઠી) તથા પેન કી.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૭,૧૮૫/-તથા એક મોબાઈલ ફોન કી.રૂ.૫,૦૦૦/- એમ કુલ્લે રૂ.૧૨,૧૮૫/-નાં મુદ્દામાલ સાથે અરવિંદ દેવજીભાઈ મહેશ્વરી, ઉ.વ.૨૫ રહે.ઈન્દિરાનગર,નારણપર (પસાયાતી), તા.ભુજ વાળો મળી આવેલ જેને ધોરણસર અટક કરી તેના વિરૂધ્ધમાં પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



