ભુજ શહેરના ભુજીયા રીંગ રોડ પરથી હાથ બનાવટની દેશી બંદુક (કટ્ટો) સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ,ભુજ

0
49

કચ્છ : પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયા, પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અનુસાર પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એસ.જે.રાણાનાઓની રાહબારી હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે ચોકકસ ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, જયેષ્ઠાનગર, વાધેશ્વરી ચોક ભુજ મધ્યે રહેતો ચંદ્રભાનસિંહ ઉર્ફે પપ્પુસિંહ હીરાસિંહ રાજપુત પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે હથીયાર રાખી ભુજ આર.ટી.ઓ. સર્કલથી ભુજીયા રીંગ રોડ પર નીકળનાર છે, જે મળેલ ચોકકસ અને ભરોસા લાયક બાતમી હકીકત આધારે તુરંત જ વર્ક આઉટ કરી પંચો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ આવી રેડ કરતા આરોપી ચંદ્રભાન સિંહ ઉર્ફે પપ્પુસિંહ હીરાસિંહ રાજપુત વાળાના કબ્જામાંથી ગે.કા. વગર પાસ પરમીટ વાળી દેશી હાથ બનાવટની બંદુક (કટ્ટો), કિ.રૂા.૧૫૦૦/- તથા કારટીસ નંગ-૪, કી.રૂા.૨૦૦/- મળી આવેલ જેથી મજકુર આરોપી ચંદ્રભાનસિંહ ઉર્ફે પપ્પુસિંહ હીરાસિંહ રાજપુત, ઉ.વ.૪૦, મુળ રહે.ગામ બસઇ,તા. રાજખેડા, જિ.ધોલપુર, (રાજસ્થાન), હાલ રહે.જયેષ્ઠાનગર, વાધેશ્વરી ચોક, ભુજ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. આર્મ્સ એકટ કલમ – ૨૫(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ – ૧૩૫ હેઠળ ફરીયાદ આપી ભુજ શહેર બી  ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY