વડાપાઉં અને બટેટાનું શાક ખાતા ૪ લોકોને ફૂ઼ડ પોઇઝનિંગ, બે બાળકોનાં મોત

0
34

કચ્છ,તા.૩
ભુજના ભાનુશાલીનગરમાં ગત રાત્રે ભોજન કરીને સૂતેલાં ચાર જણનાં પરિવાર પૈકી સગાં ભાઈ-બહેનના ભેદી સંજોગોમાં મોત નીપજતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મૃત ભાઈ-બહેનના માતા-પિતા પણ બીમાર હાલતમાં મળી આવ્યાં હતા. હાલ ચારેયને ૧૦૮ મારફતે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા. સારવારથી હાલ માતાની તબિયતમાં સુધારો જણાયો છે.
આ ઘટનાની પ્રાથમિક તપાસ કરનારાં ભુજ બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી.ભરવાડે જણાવ્યું કે, ભાનુશાલીનગરમાં રીલાયન્સ મૉલ પાછળ વિજય સોલંકી અને તેમના પત્ની-બે બાળકો રહે છે. ગત રાત્રે પરિવારે ઘરમાં ખીચડી-દાળ બનાવ્યાં હતા. ખીચડી-દાળ સાથે બહારની નાસ્તાની રેંકડી પરથી લાવેલાં વડાપાંઉ અને બટાકાનું શાક આરોગ્યાં હતા. ભોજન લીધાં બાદ તમામને ફૂડ પોઇઝનિંગ થયું હતું. ત્યારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પડોશમાં રહેતી મહિલાએ ઘર બંધ જોઈ કુતૂહલવશ તપાસ કરતાં આ ઘટનાની જાણ થઈ હતી. બે બાળકો સહિત ચારેય જણને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.કે.જનરલ ખસેડાયાં હતા. જ્યાં તબીબોએ ૮ વર્ષના ધવલ વિજયભાઈ સોલંકી અને ૧૪ વર્ષની માનસી વિજયભાઈ સોલંકીને મૃત જાહેર કર્યાં હતા. પિતા વિજય સોલંકી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
પીઆઈ ભરવાડે જણાવ્યું કે, થોડી ઘણી ખીચડી-દાળ સાથે વડાપાંઉ અને બટાકાનું શાક ખાધું હતું. જ્યારે પતિ અને બાળકોએ મુખ્યત્વે ખીચડી-દાળ ખાધાં હતા. પીઆઈએ ઉમેર્યું કે માતાનું નિવેદન જોતાં અસરગ્રસ્તોએ મુખ્યત્વે ઘરનો ખોરાક ખાધો હતો.પોલીસે ખોરાકના નમૂના ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY