કચ્છ,તા.૪
તાજેતરમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા હોવાના અહેવાલ છે. સૌરાષ્ટ્રના જામનગર બાદ હવે કચ્છમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આંચકો સામાન્ય હોવાનું જણાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં વિતેલા ચાર દિવસથી ધરા ધ્રુજી રહી હતી, જ્યારે શનિવારના રોજ કચ્છવાસીઓએ ધરા ધ્રૂજી હોવાનો અનુભવ કર્યો છે. કચ્છમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો બપોરે ૩.૪૧ વાગે આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. ભૂકંપનો અચકો આવતા જ લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ આફ્ટરશોક આવવાના ચાલુ છે.
તંત્ર દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ અપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના દુધઈ ગામથી ૨૯ કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ તરફ હોવાનું જણાયું હતું. જમીનથી ૧૦ કિમી નીચે ભૂકંપ આવ્યો હોવાનું રાજ્યની ભૂકંપ વિજ્ઞાન સંશોધન સંસ્થાએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


