હું લગ્ન કરવા જવું છું, ટૂંક સમયમાં કાર્ડ મોકલીશઃ શાહરૂખ ખાન

0
279

મુંબઈ,તા.૨
હાલમાં ચારેય તરફ કોઇ વાત ચર્ચામાં હોય તો તે છે પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન. જી હાં બોલિવૂડ વર્લ્ડમાં વાતો છે કે આ બંને ક્યારે લગ્ન કરશે. કારણ કે એક તરફ વાતો છે કે તેઓ સ્પટેમ્બર ઓક્ટોબર મહિનામાં લગ્ન કરી શકે છે જ્યારે બીજી તરફ નિક કે પ્રિયંકા કોઇએ અધિકૃત રીતે આ વાતની જાહેરાત કરી નથી.
થોડા સમય પહેલાં વાતો હતી કે પ્રિયંકાનાં જન્મ દિવસે જ તેણે અને નિકે સગાઇ કરી લીધી છે. પ્રિયંકાનાં લગ્ન અંગે હાલમાં જ જ્યારે શાહરૂખ ખાનને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો કે, હું પણ લગ્ન કરવા જઇ રહ્યો છું. ટૂંક સમયમાં જ કાર્ડ મોકલીશ. મારું કાર્ડ રિસેપ્શન પર આવશે અને હા મેહંદી પર જરૂર આવજો. શાહરૂખ ખાનનાં આ કટાક્ષથી ત્યાં હાજર સૌ કોઇ હસી પડ્યાં હતાં.
કંગના રનૌતે પણ હાલમાં જ પ્રિયંકાની સગાઇ વિશે પુછવામાં આવેલાં સવાલનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, મે થોડા દિવસ પહેલાં જ પ્રિયંકા સાથે વાત કરી હતી. મે તેને વધામણી આપી છે તે ઘણી ખુશ હતી.
એક્ટ્રેસે જ્યારે પ્રિયંકાનાં લગ્ન વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જો એવું થાય છે તો મને ખુબ ખુશી થશે. હું પણ તેની સાથેઆ જશ્નમાં શામેલ થવા ઇચ્છુ છું. પ્રિયંકા ખુબજ સારી યુવતી છે. તે દુનિયાની તમામ ખુશીઓ ડિઝર્વ કરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY