કોંગ્રેસ સામે પ્રત્યાઘાત આપતાં ભાજપ પ્રદેશ પ્રવકતા

0
565

કોંગ્રેસ સામે પ્રત્યાઘાત આપતાં ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જાહેરમાં ગાય-વાછરડાઓને કાપીને ગૌ માંસની પાર્ટીની મિજબાની માણતાં કેરલ-કોંગ્રેસના નેતાઓને મિડીયા દ્વારા ગુજરાત અને દેશની જનતાએ જોયાં છે. તે સમયે કોંગ્રેસના નેતાઓ એક શબ્દ બોલીને પણ વિરોધ સુદ્ધાં કર્યો ન હતો એટલે મહેરબાની કરીને કોંગ્રેસ આ વિષયમાં ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં વિધાનસભા ગૃહમાં ગૌહત્યા અને ગૌવંશ હત્યા કરનાર સામે દેશમાં સૌથી કડક કાયદો લાવ્યાં ત્યારે કોંગ્રેસે વિધાનસભા ગૃહનો બહિસ્કાર કરીને ગૌવંશના કડક કાયદા સામેની તેની માનસિકતા પ્રદર્શિત કરી હતી. એટલું જ નહિં કોંગ્રેસે તે સમયે જીવદયા પ્રેમીઓ અને ગુજરાતના કરોડો લોકોની લાગણીનો બહિષ્કાર કર્યો હતો તે ગુજરાતની જનતા જાણે છે.

શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીને કેટલાંક જૈન શ્રેષ્ઠીઓએ રજૂઆત કરી તરત જ તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહનું ધ્યાન દોર્યું હતું અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ દરમ્યાનગીરી કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસને અબોલ પશુઓની નિકાસના વિષયને ધ્યાનમાં મુકતાં તરત જ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણયને રદ કર્યો હતો. સર્વે જીવદયા પ્રેમીઓ અને જૈન સંઘોએ આભાર માન્યો હતો.

કોંગ્રેસનાં વાણી-વર્તન-વ્યવહાર એ દેશની સંસ્કૃતિ, અસ્મિતા, પરંપરાની વિરૂદ્ધનાં હોય છે. કોઈ ધારાસભ્ય જાહેરમાં મારી નાખવાના નિવેદનો આપે છે,  કોંગ્રેસ સુપ્રિમકોર્ટમાં ભગવાન રામનું અસ્ત્તિત્વ નથી તેવી એફીડેવિટ કરે,કોઈ કોંગ્રેસના નેતા પાકિસ્તાન અને લશ્કર-એ-તોયબાના સમર્થનમાં બોલી રહ્યાં છે. હમણાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી સૈફુદીન સોઝે સરદાર પટેલને અપમાનજનક શબ્દો કહ્યાં.ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ચૂપ થઈને બેઠાં છે. સત્તા વગર તરફડતી કોંગ્રેસ માત્ર આક્ષેપો અને વેરઝેરની રાજનીતિ કરી રહી છે જયારે ભાજપ સૌનો સાથ-સૌનો વિકાસના મંત્ર સાથેની વિકાસની રાજનીતિ કરી રહી છે. તેમશ્રી પંડ્યાએ જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY