સુરેન્દ્રનગર વોર્ડ નંબર 2 ની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં હોબાળો

0
107

સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં રોડ, પાણી અને ગટરની સમસ્યાથી લોકો પરેશાન છે ત્યારે આજે વોર્ડ નંબર ૨ ની મહિલાઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખની કેબિનમાં સ્થાનિક પ્રશ્ને હોબાળો મચાવતા નગરપાલિકાના સત્તાધીશોએ પોલીસને જાણ કરતા મહિ‌લા પોલીસ સહિત પોલીસ સ્ટાફ બોલાવો પડ્યો હતો. અને મહિલાઓ દ્વારા જો ગટર, પાણી અને રસ્તાના કામો વહેલાસર પૂર્ણ કરવા પ્રમુખ તથા સ્થાનિક વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર ને રજૂઆત કરી હતી. તાત્કાલીક અસરથી કામ ન થાયતો આગમી દિવસમાં મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પ્રમુખ દ્વારા મહિલાનાં પ્રશ્નો સાંભળી જેમ બને તેમ જલ્દી કામ પૂર્ણ કરાવાની ખાત્રી આપી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY