લાખો પોલિસીધારકો ચિંતાતુર બન્યા

0
33

દેશની સૌથી જુની અને વિશ્વાસપાત્ર જીવન વીમા કંપની એલઆઇસીના દેવામાં ડુબેલી આઇડીબીઆઇ બેંકમાં જંગી હિસ્સો ખરીદવાના નિર્ણયના કારણે લાખો પોલિસીધારકોની ચિંતામાં વધારો થઇ ગયો છે. ખતરાના સામાનની ખરીદી એલઆઇસી દ્વારા કેમ કરવામાં આવી છે તે પ્રશ્ન લાખો પોલિસીધારકોને સતાવે છે. આલઆઇસી લાખો પોલિસી ધારકો ધરાવે છે. જે લાખો પોલિસી ધારકોના પૈસાનો ઉપયોગ સરકારી ખરાબ વ્યવસ્થાના કારણે બરબાદ થઇ ગયેલી બેંકની માલિકી હાંસલ કરવા માટે કરી રહી છે. આ પગલાનો બચાવ કરીને એવી દલીલ કરવામાં આવી રહી છે કે આના કારણે એલઆઇસી બેંકિંગ સેક્ટરમાં પ્રવેશ કરી રહી છે. આના મારફતે તે પોતાના બિઝનેસ કારોબારને અનેક નવા રૂપમાં રજૂ કરી શકશે. પ્રશ્વન એ છે કે જા તેને બેકિંગમાં પ્રવેશ કરવાની જરૂર હતી તો એક નવી રીતે બેંક શરૂ કરી શકી હોત. દેવામાં ડુબેલી બેંકમાં જંગી હિસ્સેદારી ખરીદવાના બદલે એક નવી બેંક ઉભી કરીને પણ પોતાની સ્વતંત્ર કામગીરી એલઆઇસી કરી શકી હોત. ધ્યાન રાખવા માટેની બાબત તો એ છે કે એલઆઇસીના હાલના રોકાણના તરીકા સાથે આ નિર્ણયનો કોઇ રીતે તાલ બેસતો નથી. એલઆઇસી દ્વારા છેલ્લા એક વર્ષના ગાળામાં જુદી જુદી જાહેર ક્ષેત્રની બેંકોમાં પોતાની હિસ્સેદારીને સતત ઘટાડી રહી હતી. સ્પષ્ટ છે કે પરદા પાછળ સરકારે ડુબી રહેલી એક બેંકને એલઆઇસીના માથે નાંખી દીધી છે. એનપીએના સંકટના કારણે દેશની તમામ બેંકોની હાલત કફોડી બનેલી છે. બેંકોને બચાવી લેવા માટે જુદા જુદા ક્ષેત્રની સારી અને પ્રતિષ્ઠિત કંપનીની પ્રતિષ્ઠાને દાવ પર લગાવી દેવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. આ પ્રકારના નિર્ણય ખતરાની ચીજવસ્તુઓ ખરીદવા સમાન છે. સારી બાબત એ રહેશે કે સોદા બાદ પણ સરકાર આઇડીબીઆઇ બેંકને સંભાળી લેવાની તેની જવાબદારીને પ્રાથમિકતા આપે અને તે રીતે જ આગળ વધે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇÂન્ડયા એટલે કે એલઆઇસી એક ભારતીય સરકારી વીમા કંપની છે. મુંબઇમાં તે હેડક્વાર્ટર ધરાવે છે. ભારતમાં તે સૌથી મોટી વીમા કંપની છે. તેની અંદાજિત સંપત્તિ ૧૫૬૦૪૮૨ કરોડ રૂપિયા છે. વર્ષ ૨૦૧૩ના આંકડા મુજબ તે લાઇફ ફંડ ૧૪૩૩૧૦૩ કરોડથી જંગી રકમ ધરાવે છે. એ વર્ષ દરમિયાન ૩૬૭.૮૨ લાખ પોલિસી વેચાઇ હતી. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સ્થાપના ૧૯૫૬માં કરવામાં આવી હતી.એ વર્ષે સપ્ટેમ્બરમાં તેનુ ઓપરેશન શરૂ થઇ ગયુ હતુ. એ વખતે સંસદે લાઇફ ઇન્સ્યોરન્સ ઓફ ઇÂન્ડયા એક્ટ પસાર કર્યો હતો. જેના કારણે ભારતમાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ રાષ્ટ્રીયકૃત બની ગઇ હતી. ૨૪૫થી વધારે વીમા કંપનીઓ અને પ્રોવિડન્ટ સોસાયટીને મર્જ કરી દેવામાં આવી હતી. જેના કારણે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની રચના થઇ હતી. ખુબ ઓછા લોકો જાણે છે કે ભારતમાં ઓરિયેન્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પ્રથમ એવી કંપની હતી જે લાઇફ ઇન્સ્યોરન્સ ઓફર કરે છે. તેની સ્થાપના કોલકત્તામાં વર્ષ ૧૮૧૮માં અનિતા ભાવસાર અને અન્યો દ્વારા કરવામાં આવી હતી.એલઆઇસીની માલિકી સરકારી છે. કર્મચારીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો તેમાં માર્ચ ૨૦૧૬ના આંકડા મુજબ કર્મચારીઓની સંખ્યા ૧૧૪૭૭૩ નોંધાઇ હતી. તેની પ્રોડક્ટસની વાત કરવામાં આવે તો લાઇફ ઇન્સ્યોરન્સની સાથે સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે.
પહેલી સપ્ટેમ્બર ૧૯૫૬ના દિવસે તેની સ્થાપના કરવામાં આવ્યા બાદ પોતાની વિશ્વસનીય કામગીરીના કારણે લોકોમાં તેને લઇને વિશ્વાસ વધ્યો છે. આજ કારણ છે કે તેના પોલિસી ધારકોની સંખ્યા આજે લાખોમાં છે. તેની સ્થાપના થયા બાદથી ભારતમાં પોલીસી આપવાના મામલે તેનુ પ્રભુત્વ રહ્યુ છે. આશરે ૩૦૦ ઓફિસની સાથે કારોબારની શરૂઆત કરવામાં આવી હતી. તેની સંપત્તિમાં સતત ઉલ્લેખનીય વધારો થયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY