૨૩ સિંહોના મોત બાદ વન વિભાગ સક્રિય, કોલર આઈડી પહેરાવ્યા

0
40
ગીર,તા.૧૭
ધારી ગીર પૂર્વના દલખાણિયા એક જ રેન્જમાં ૨૩ જેટલા સિંહોના મોત થયાની સાથે વન વિભાગ અને સરકાર હરકતમાં આવ્યા છે. જેથી ગીરમાં સિંહોને કોલર આઈડી પહેરાવવાની શરૂઆત કરવામાં આવી છે. તેનાથી સિંહોનું લોકેશન જાણી તેના પર નજર રાખી શકાય.
ગીરમાં સિંહોની સુરક્ષાને લઈને વન વિભાગ સફળું જાગ્યું હોય તેમ ગીરમાં ખાલી પડેલ ગાર્ડ , ફેરેસ્ટર , આર એફ્‌ ઓ સહિતની મહત્વની જગ્યા ભરી દેવામાં આવી છે.તેમજ ફેરેસ્ટ ગાર્ડની ભરતી પણ બહાર પાડી દેવામાં આવી છે.
હવે ગીરમાં સિંહોની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે, અને ૨૩ જેટલા સિંહના મોત બાદ ૩૩જેટલા સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે. તો દલખાણીયા તેમજ ખાંભા તુલસીશ્યામ રેન્જ આસપાસ ૧૦ કિ.મીના વિસ્તારમાં ૨૫ જેટલા સિંહોનું રેસ્ક્્યુ કરી લોહી અને પરસેવાના નમૂના લેવામાં આવ્યા હતા.
વન વિભાગના સૂત્રોમાંથી જાણવા પ્રમાણે ગીરમાં સિંહોની કાળજી અને લોકેશનને લઈને ગીરમાં ધીમે ધીમે હવે સિંહોને કોલર આઈડીથી સજ્જ કરવામાં આવશે. જેથી વન વિભાગને સિંહોનું લોકેશન મેળવવા અને ગણતરી કરવામાં સરળતા થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY