ગુજરાત પ્રદેશ વિધાનસભા કોંગ્રેસ દ્વારા લોક સરકારમાં અંકલેશ્વરના અફઝલ હુસૈન પઠાણ ની ભરૂચ જિલ્લા
કો-ઓર્ડીનેટર ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવતા કાર્યકરો ખુશી લાગણી જોવા મળી હતી. ગુજરાત પ્રદેશ વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોની વેદનાઓને વાચા આપવા માટે લોક સરકારની સ્થાપના કરવામાં આવી છે લોક સરકારનો ઉદ્દેશ છે કે ગુજરાતની જનતાનો સાદ સરકારના કાને પહોંચે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે તે ઉદ્દેશ્યને સાકાર કરવા રાજ્યસભાના સાંસદ અને લોકલાડીલા નેતા અને ભરૂચના પનોતા પુત્ર અહમદ પટેલ ની સૂચનાથી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના માર્ગદર્શન હેઠળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા અંકલેશ્વરના અફઝલ હુસૈન પઠાન ની લોક સરકારમાં ભરૂચ જિલ્લા કો ઓર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લાગી છવાઈ જવા પામી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




