ડિ વિલિયર્સની ટી-૨૦માં આક્રમક બેટિંગઃ ૪૩ બોલમાં ૮૮ રન ફટકાર્યા

0
66

લોર્ડ્સ,તા.૧૯
એબી ડીવિલિયર્સ મેદાન પર હોય અને ચોગ્ગા-સિક્સરનો વરસાદ થાય નહીં એવું બની શકે નહીં. ગઈ કાલે લોર્ડસના મેદાન પર એબી ડી વિલિયર્સે પોતાની આક્રમક બેટિંગથી ધમાલ મચાવી દીધી હતી. સાઉથ આફ્રિકાના આ આક્રમક બેટ્સમેને ઇંગ્લેન્ડમાં રમાયેલ ટી-૨૦ મેચમાં ચોગ્ગા-સિકસરનો વરસાદ કરી દીધો હતો.
એબી ડી વિલિયર્સે મિડલસેક્સ માટે રમતા માત્ર ૪૩ બોલમાં ૮૮ રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેમના બેટથી ૬ સિક્સર અને પાંચ ચોગ્ગા નીકળ્યા હતા. તેમની સ્ટ્રાઈક રેટ ૨૦૪.૦૫ ની રહી હતી. તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુકેલા એબી ડી વિલિયર્સ લગભગ દોઢ મહિના બાદ બેટિંગ કરી રહ્યા હતા. આ અગાઉ તે આ વર્ષે આઈપીએલમાં રમ્યા હતા.
આક્રમક ઇનિંગ રમી હોવા છતાં એબી ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, તે સંપૂર્ણ રીતે ફોર્મમાં નહોતા. મિડલસેક્સની હવે આગામી મેચ મંગળવારે ઓવલના મેદાન પર છે. એટલે એક વખત ફરીથી અહીં એબી ડી વિલિયર્સની શાનદાર ઇનિંગ જોવા મળી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY