લોસ એન્જલ્સ,તા.૨૩
અમેરિકામાં એક લેસ્બિયન (સજાતીય સંબંધ ધરાવતી ) મહિલા રાષ્ટ્ર પ્રમુખ બને છે એવી કોમેડી કથા ધરાવતી ફઇલ્મ ફર્સ્ટ લેડિઝની સ્ટાર કાસ્ટ જાહેર કરવામાં આવી હતી. મોખરાની અભિનેત્રી જેનિફર એનિસ્ટન આ પોલિટિકલ કોમેડીમાં મુખ્ય રોલ કરવાની છે એવું વેરાયટી ડાટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
કથાનો સાર એવો છે કે સજાતીય સંબંધ ધરાવતી મહિલા કેસી નિકોલસન (જેનિફર એનિસ્ટન ) અમેરિકાની મહિલા પ્રમુખ બને છે. એ પોતાની લેસ્બિયન પત્ની બીવર્લી સાથે વ્હાઇટ હાઉસમાં આવે છે. આ કોમેડીનો સાર એટલે છે કે દરેક મહાન મહિલા પાછળ એક મહાન મહિલા રહેલી હોય છે. હાલ જેનિફર એનિસ્ટન ડમ્પલીન નામની ફિલ્મ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



