અમારી યાત્રા નીકળી હોત તો દીદી(મમતા)ની અંતિમ યાત્રા નીકળી જાતઃ અમિત શાહ

0
12

પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષે વિશાળ જનસભાને સંબોધી
દુર્ગા પુજાનું વિસર્જન બંગાળમાં નહીં કરીએ તો શું પાકિસ્તાન જઇને કરીશું,મમતાના શાસને પશ્ચિમ બંગાળને બનાવ્યુ કંગાળ,અમારી સરકાર આવશે તો એક પણ ઘૂસણખોર નહીં આવી શકે
માલદા,તા.૨૨
પશ્ચિમ બંગાળના માલદામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે રેલી કરીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર તાબડતોડ હુમલો કર્યો હતો. તે દરમિયાન અમિત શાહે રથયાત્રાથી લઇને રોહિંગ્યાઓ, નાગરિકતા, સંશોધન બિલ, દુર્ગા પુજા વિસર્જન જેવા તમામ મુદ્દાઓ પર મમતાની ટીએમસીને ઘેરી હતી. તેમણે કહ્યું કે, દુર્ગા પુજા વિસર્જન અને સરસ્વતી પુજાની મંજૂરી બંગાળમાં નહીં મળે તો શું પાકિસ્તાન જઇને કરીશું.
અમિત શાહે મમતાની વિપક્ષી રેલી પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષનું ગઠબંઠન સેલ્ફી ગઠબંધન છે. તેમણે કહ્યું, મમતા દીદીએ યૂપીએના લોકોને પ્રેમથી બોલાવી તેમની આગતા સ્વાગતા કરી. યૂપીએ સરકારે પોતાના છેલ્લા વર્ષમાં બંગાળને ૫ વર્ષમાં ૧ લાખ ૩૨ હજાર કરોડ રૂપિયા આપ્યા, જ્યારે નરેન્દ્ર મોદીએ ૩ લાખ ૯૫ હજાર ૪૦૬ કરોડ રૂપિયા આપ્યા, તેમના કરતા દોઢ ઘણા રૂપિયા દીદીને મળ્યા છે, પરંતુ મમતા દીદીને હજી પૈસા ઓછા પડી રહ્યા છે. અડધા રૂપિયા તમારા લોકો ખાઇ જાય છે, અડધા ઘૂસણખોરીઓ ખાઇ જાય છે. બંગાળની જનતાને કંઇ નથી મળતું.
શાહે વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ડરનો માહોલ છે. પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા વિસર્જનને મંજૂરી નથી તો પાકિસ્તાન જઇને વિસર્જન કરીશું? અહીં સરસ્વતી પુજાને અનુમતિ નથી. તેના સિવાય શાહે પશ્ચિમ બંગાળને સુભાષ ચંદ્ર બોસની ધરતી ગણાવી અને કહ્યું કે, કોંગ્રેસે તેમને ભૂલાવવામાં કોઇ કસર છોડી નથી પરંતુ બીજેપીએ તેમની દેશભક્તિ, તેમના કામને અમર કરવાનો નિર્ણય લીધો છે. માલદા રેલીમાં અમિત શાહે કહ્યું કે, અમારા કાર્યકર્તા સતત બંગાળમાં મહેનાત કરી રહ્યા છે. અમારી યાત્રા નીકળી હોત તો તેમની સરકારની અંતિમ યાત્રા નીકળી જાત, એટલા માટે પરમિશન આપવામાં આવી નહોતી. પરંતુ અમે હવે વધારે મહેનત કરીશું. તેમણે કહ્યું કે, મમતા સરકારે બંગાળને કંગાલ કરી દીધું છે.
પંચાયત ચૂંટણીમાં હિંસા પર તેમણે કહ્યું કે, પંચાયત ચૂંટણી તો દેશભરમાં હોય છે પરંતુ પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ૬૫થી વધારે બીજેપી અને અન્ય દળોના નેતા માર્યા ગયા છે, ૧૩૦૦થી વધારે ઘાયલ થયા છે. તૃણમૂલે એવી ગુંડાગર્દી કરી કે હાઇકોર્ટે પણ તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો.
અમિત શાહે મમતાની વિપક્ષી રેલી પર નિશાન સાંધતા કહ્યું કે, વિપક્ષને ગઠબંધન સેલ્ફી ગઠબંધન છે. તેમણે કહ્યું, ૨૩ લોકો જે બ્રિગેડ ગાઉન્ડમાં બેઠા હતા, તેમાંથી ૯ તો વડાપ્રધાન બનવાના હતા. લાઇન લાગી છે લાઇન. અમારા ત્યાં એક જ નેતૃત્વ છે, આખું એનડીએ અને એક નરેન્દ્ર મોદી.
અમિત શાહે કહ્યું કે, ટાગોર, સુભાષ ચંદ્ર બોસ, બંકિમ ચંદ્ર ચેટર્જી અને બટુકેશ્વર દત્તને પશ્ચિમ બંગાળ કોમ્યુનિસ્ટો અને મમતા દીદીના શાસન બાદ આજે ક્યાં પહોંચ્યું છે. આઝાદીના સમયે દેશના કુલ ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળની ભાગેદારી ૨૭ ટકા હતી અને આજે તે આંકડો ૩.૩ ટકા પર આવી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે, પહેલા બંગાળ ૧૦૦માંથી ૩૨ રોજગાર આપતું હતું, આજે ૧૦૦માંથી ૪ રોજગાર બંગાળ આપે છે. મમતા સરકાર બેરોજગારોની ફોજ ઉભી કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY