ન્યુ દિલ્હી,તા.૬
આસામમાં નેશનલ રજિસ્ટર આૅફ સિટિઝન્સ (એનઆરસી)માં નામ દાખલ કરવા માટે દાવા અને આપત્તિની પ્રક્રિયાની શરૂઆત સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી લંબાવી છે અને દાવો કરનાર વ્યક્તિ દસમાંથી કોઇ એક દસ્તાવેજ રજૂ કરી શકે એવી સલાહના સંદર્ભમાં કેન્દ્ર સરકારનો અભિપ્રાય માગ્યો હતો.
આસામના એનઆરસી કોઓર્ડિનેટર પ્રતીક હજેલાએ રજૂ કરેલા રિપોર્ટને જસ્ટિસ રંજન ગોગોઇ અને આર.એફ. નરીમાનની ખંડપીઠે વાચ્યા બાદ એવો અભિપ્રાય જાહેર કર્યો હતો કે યાદીમાં દર્શાવેલા દસમાંથી કોઇપણ એક દસ્તાવેજને પોતાની પાત્રતા દર્શાવવા માટેનો દાવો કરનારને પુરાવા તરીકે રજૂ કરવાની પરવાનગી મળવી જાઇએ.
સરકાર તરફથી હાજર થયેલા એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રિપોર્ટની કોપીની માગણી કરી હતી, પણ સરકારે એ માન્ય ન રાખતા જણાવ્યું હતું કે સરકારને ભલે એ રિપોર્ટ જાવામાં રસ હોય, પણ કોર્ટે સમતુલા જાળવવાની હોય છે.
કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો અભિપ્રાય બે સપ્તાહમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી ૧૯મી સપ્ટેમ્બરે કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



