નસવાડી,તા.૨૬
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલા પાલા મંદિરમાં રક્ષાબંધન નિમેતે દર્શન કરવા જતાં ભક્તોને અટકાવવામાં આવતા ભક્તોમાં નારાજગી પ્રવર્તી છે. મંદિરના મહારાજના તુખલઘી નિર્ણયના કારણે અનેક ભક્તોને મંદિરમાં પ્રવેશ મળ્યો નહોતો.
મંદિરના મહારાજે નિયમ બનાવ્યો છે કે, જે લોકો મંદિરમાં બે દિવસ શ્રમદાન કરે તેનેજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે. નસવાડીના પાલા મંદિરમાં રક્ષાબંધનના દિવસે કંઠી અને જનોઈ બદલવાની પ્રથા છે. જેથી મોટી સંખ્યામાં ભક્તો કંઠી બદલવા સવારથીજ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા.
મંદિરમાં જેમણે બે દિવસનું શ્રમ દાન કર્યું તેમને જ પ્રેવશ આવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી અનેક ભક્તોને મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે અટકાવવામાં આવ્યા હતા. જેથી ભક્તોમાં નારાજગી પ્રવર્તી હતી. આજના દિવસે ત્રણ રાજ્યોમાંથી ભક્તો મંદિરમાં દર્શન માટે આવતા હોય છે.
પરંતુ મંદિરના મુખ્ય પ્રવેશ દ્રાર પર જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેને જાઈને ભક્તો ચોકી ગયા હતા. મંદિરમાં પ્રવેશ ન મળતા કેટલાક લોકોએ મંદિર બહાર હોબાળો પણ મચાવ્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





