સુરત, તા.૧૨
તા.૧૭મીએ બારડોલીમાં ‘રન ફોર સેફ લાઈફ’ની થીમ પર માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ધ્યેય સાથે હાફ મેરેથોન દોડ યોજાશે. જેમાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કરશે. સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત આ હાફ મેરેથોન દોડ દ્વારા ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અટકાવવા અંગે લોકોને જાગૃત્ત કરાશે.
વર્તમાન સમયમાં વધતી જતી માનવવસ્તી અને રસ્તાઓ ઉપર વધી ગયેલી ટ્રાફિકની સમસ્યાઓના કારણે પ્રતિદિન માનવજીવનમાં મુશ્કેલીમાં વધારો થતો રહ્યો છે. ટ્રાફિક સમસ્યા વિશ્વમાં તમામને સ્પર્શે છે. સુરત જિલ્લા વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજયને જોડતા સ્ટેટ હાઇવે ગુજરાતનો સૌથી વ્યસ્ત હાઈવે છે. જેમાં અંદાજે એક મિનિટમાં ઓછામાં ઓછા ૭૦ થી ૮૦ વાહનો પસાર થાય છે. જેથી સુરત રૂરલ વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા ખુબ વધી છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના લીધે હાઇવે પર ૪૮૮ અકસ્માત અને નેશનલ હાઇવે ઉપર ૬૯૦ અકસ્માતો થયા છે.
ટ્રાફિકનું નિયમન ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડના માધ્યમથી થાય છે. જેમાં ટ્રાફિક બ્રિગેડ એ ટ્રાફિક પોલીસ સાથે રહીને ટ્રાફિક નિયમન કરે છે. જેથી ટ્રાફિકના નિયમો બાબતે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.મુનિયા દ્વારા પોલીસ મહાનિરીક્ષક, (સુરત વિભાગ) ડા.રાજકુમાર પાંડીયનના માર્ગદર્શન હેઠળ તા.૧૭ મી ફેબ્રુઆરીના રોજ સવારે ૦૬.૦૦ વાગ્યે બારડોલી ખાતે હાફ મેરેથોન દોડ યોજાશે.
આ હાફ મેરેથોન દોડમાં ૦૫ કિ.મી., ૧૦ કી. કિ.મી, અને ૨૧ કિ.મી.એમ કુલ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. બારડોલીના સરદાર પટેલ સ્વરાજ આશ્રમથી શરૂ થનાર હાફ મેરેથોન દોડના રૂટમાં બારડોલી ટાઉન અને બારડોલી સીટીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે.
આ દોડનો બીજો મહત્વનો હેતુ સુરત જિલ્લામાં “સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ”ને જમા કરવામાં આવશે. જેથી આ ટ્રસ્ટ દ્વારા આવનારા દિવસોમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી અને પગાર થઇ શકે અને જિલ્લાના વિવિધ સ્થળોએ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ થઇ શકે તેમજ ટ્રાફિક નિયમનને લગતી આધુનિક સામગ્રીનો ઉપયોગ કરી શકાય તે મુખ્ય આશય છે.
હાફ મેરેથોન દોડમાં ભાગ લેવા જિલ્લાના તમામ નાગરિકો ભાગ લેવા અનુરોધ કરાયો છે. દોડની તમામ માહિતી અને રજિસ્ટ્રેશન માટે ુુ.હ્વટ્ઠર્ઙ્ઘિઙ્મૈદ્બટ્ઠટ્ઠિંર્રહ.ર્ષ્ઠદ્બ વેબસાઈટ પર વિઝીટ કરવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




