સુરત,તા.૨૬
સુરતમાં અવાર નવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી જાય છે. જેમાં અસંખ્ય નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે વધુ એક વખત સુરતના માથે કલંક લાગ્યો છે. સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં બે જૂથ અથડામણનો વિવાદ સામે આવ્યો છે.
સુરતમાં બે જૂથ આમને સામને આવી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. પરિસ્થિતિ કાબૂમાં લાવવા પોલીસે ટિયર ગેસ છોડયા હતા, જેના બાદ લોકો વિખરાવવા લાગ્યા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અન્ય પોલીસ મથકોથી પણ પોલીસની ટીમ બોલાવવી પડી હતી.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં બે બાઈક અથડાતા આ વિવાદ ઉભો થયો છે અને જાત જાતામાં આ વિવાદ જૂથ અથડામણમાં ફેરવાયો હતો. આ અથડામણમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો છે અને ૩ ગાડીઓને નુકશાન પહોંચ્યું છે.
આ બાબતની પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારી સહીત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મામલાની વધુ તપાસ હાથ ધરી હતી. હાલ સલાબતપુરા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




