મંદસૌર,તા.૨૧
મધ્યપ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકી સાથેના ગેંગરેપ કેસમાં વિશેષ કોર્ટ દ્વારા બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ પહેલાં કોર્ટે ઇરફાન અને આસીફ બન્નેને દોષી ઠેરવ્યા હતા. સાત વર્ષીય પીડિતાએ ગત મહિને વિશેષ કોર્ટમાં ચાલી રહેલ સુનાવણી દરમિયાન તેના આરોપી ઈરફાન અને આસીફની ઓળખી બતાવ્યા હતા.
જણાવી દઇએ કે ૨૬ જૂનના રોજ બે યુવાન ઈરફાન અને આસીફે શાળા છૂટ્યા બાદ બાળકીનું શાળા બહારથી અપહરણ કર્યું હતું. બાળકી બીજા દિવસે ઝાડીઓમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને ગંભીર હાલતમાં ઇંદોરની એમવાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં શરૂઆતમાં બાળકીની સ્થિતિ સતત ગંભીર હતી. બાળકીની સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બાળકીના માથા, ચહેરા અને ગળા પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. સાથે, તેના પ્રાઇવેટ પાર્ટસ પર પણ ઇજા પહોંચાડી હતી. જેના કારણે બાળકીની અનેક સર્જરી કરવામાં આવી હતી.
લાંબા સમય સુધી આઈસીયુમાં દાખલ રહ્યા બાદ ગત મહિને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોલીસે બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાના પ્રયાસના આરોપમાં બન્ને યુવક ઇરફાન અને આસીફની ઘટના બાદ ધરપકડ કરી હતી. આ અમાનવીય ઘટના પર મંદસૌર સહિત સમગ્ર મધ્યપ્રદેશમાં લોકોએ આરોપીઓને તાત્કાલીક ફાંસી આપવા માંગવાની માગણી કરી હતી. આ ઉપરાંત મુસ્લિમ સમુદાયના લોકોએ નારાજગી વ્યક્ત કરતા કબ્રસ્તાનમાં જગ્યા આપવાનો ઇન્કાર કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


