માંડવીમાં મુજલાવ ગામનો બ્રિજ પાણીમાં ડૂબ્યો, બાઇક સવાર ૩ તણાયા

0
181

માંડવી,તા.૩૦
સમગ્ર જિલ્લામાં મેઘરાજા છેલ્લા ૪૮ કલાકથી મનમુકી વરસી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં નદી, નાળા અને ચેકડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે માંડવી તાલુકાના મુજલાવ ગામની સીમમાંથી પસાર થતી વાવ્યા ખાડીમાં વરસાદી પાણીની આવક વધતા મુજલાવ ગામનો લોલેવલ બ્રિજ પાણીમાં ગરક થઇ ગયો હતો. જોકે પાણી જોખમી રીતે વહેતા વાહન વ્યવહાર બંધ થયો ગયો હતો. વાહનચાલકો અને રાહદારી જીવના જોખમે ખાડી પસાર કરતા ટ્રિપલ સવારી બાઈક પર પસાર થતા લોકો પાણીમાં તણાઈ ગયા હતા જોકે સદનસીબે બે પુરુષ અને ૧ મહિલાનો બચાવ થયો હતો જયારે બાઈક પાણીમાં ગરક થઇ ગઈ હતી. છતાં સ્થાનિક તંત્રની ઊંઘ ઉડી ન હતી.
માંડવી તાલુકાના મુજલાવ ગામની સીમમાંથી પસાર થતી વાવ્યા ખાડીના ,વાવ્યા ખાડી પર બનાવેલ લોલેવલ બ્રિજ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ઉશ્કેર-મુજલાવ-બારડોલી માર્ગ પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. જોકે અજાણ્યા લોકો જીવના જોખમે રાહદારીઓ અને વાહન ચાલકો જોખમી લોલેવલ બ્રિજ પસાર થાય છે. ગઈકાલે ડાંગથી રાજપીપળા જઈ રહેલું દંપતી સહીત અન્ય એક યુવાન ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. જોકે સદનસીબે મહિલા સહીત બંને પુરુષોનો બચાવ થવા પામ્યો હતો. જોકે બાઈક પાણીમાં તણાઈ ગઈ હતી જેમાં રોક્ડ રકમ સહીત કિંમતી વસ્તુ પાણીમાં તણાઈ ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY