૧૮ ઇંચ વરસાદની આગાહી, ૬૦,૦૦૦ લોકોને જાખમ મેક્સિકો વિલા વાવાઝોડું ત્રાટક્યું : ૧૨ લોકોના મોત

0
299

મેક્સિકો,તા.૨૪
મેક્સિકોના પેસિફિક કોસ્ટમાં ત્રાટકેલાં શક્તિશાળી વાવાઝોડાં વિલાના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકા વચ્ચે આવેલા દેશ મેક્સિકો તરફ આગળ વધી રહેલા વાવાઝોડાંના કારણે અહીં ૧૯૩ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેક્સિકો તરફ આગળ વધી રહેલું વાવાઝોડું પેસિફિક કોસ્ટ તરફથી આવતું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. આજે મંગળવારે વિલા મેઝટલેન પહોંચશે. ઇમરજન્સી ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, ૪,૨૫૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી તેઓને શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે સાઉથ મેક્સિકોમાં ત્રાટકેલાં વિસેન્ટ વાવાઝોડાંના કારણે ૧૨ લોકોનાં મોત થયા હતા.
સોમવારે વિલા વાવાઝોડું કેટેગરી-૫માં હતું જે મેક્સિકો તરફ આગળ વધવા દરમિયાન કેટગરી-૪માં ફેરવાયું હતું. આજે બુધવારે વિલા કેટગરી-૩માં ફેરવાઇ ગયું છે. ઇમરન્જસી ક્રીએ નાયરિત અને સિનાલોઆ સ્ટેટની ૧૯ મ્યુનિસિપાલિટીઝમાં ઇમરજન્સી જાહેર કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિનાલોઆ સ્ટેટમાંથી અંદાજિત ૮,૦૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે.
એસ્ક્્યુનાપાના મેયર એનરિક મોરેનોના જણાવ્યા અનુસાર, જે ટ્રેક પર વિલા વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમાં ૬૦,૦૦૦ લોકોને જાખમ છે. અધિકારીઓ ટીકાપાન વિલેજના તમામ લોકોનું સ્થળાંતર કરાવી રહ્યા છે. જા કે, અંદાજિત ૩,૦૦૦ લોકોએ પોતાના ઘરો છોડવાની ના પાડી દીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY