મુંબઈ,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ભાજપના જ સાથી પક્ષ શિવસેનાએ કહ્યું કે, મોદીએ છેલ્લા ચાર વર્ષમાં અનેક વિદેશ પ્રવાસો કર્યા પણ તેનાથી દેશને શું ફાયદો થયો ? શિવસેના ભારતીય જનતા પાર્ટીનો કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સાથી પક્ષ છે. શિવ સેનાએ મોદી પર ટોણો મારતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસે જવાના અગાઉના તમામ રેકોડ્ર્સ તોડી નાંખ્યા છે. પણ સવાલ એ થાય છે કે, આ પ્રવાસથી દેશને મળ્યું શું ?
ભારતની ફ્રાન્સ અને રશિયા સાથેની ડિફેન્સ ડિલ વિશે સવાલ ઉઠાવતા ઉદ્વવ ઠાકરેની પાર્ટીએ દાવો કર્યો છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે કે, જા ભારત એફ—૬ ફાઇટર જેટ નહીં ખરીદે તો ભારત પર વ્યાપારિક પ્રતિબંધ લાદશે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં મોદી પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ કહ્યું કે, મોદી ભગવાન વિષ્ણુનો અવતાર છે અને એટલા માટે જ, સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરીને બધાને દર્શન આપે છે.
શિવસેના અને ભાજપ સાથી પક્ષો હોવા છતાય, શિવસેના વારંવાર નરેન્દ્ર મોદી સરકારની પોલિસી પર ટીકાઓ ઝડી વરસાવે છે અને મોદીને ઘેરે છે. અને એના કારણે જ, મહારાષ્ટ્રમાં ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.
શિવસેનાએ એવું પણ નોંધ્યુ કે, જે દેશો સાથે ભારતના સારા સંબધો નથી તે દેશોમાં પણ મોદી આંટા ફેરા કરી આવે છે. કદાચ, મોદીના પ્રવાસથી એ દેશો સાથે ભારતનાં સબંધો સુધરે. મોદીના વિદેશ પ્રવાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




