સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ,પોલીસે તપાસ હાથ ધરી નરોડામાં ત્રાટકી ચડ્ડી-બનિયાનધારી ગેંગ : રહીશોએ પથ્થરમારો કરી ભગાડ્યા

0
188

અમદાવાદ,તા.૨૪
અમદાવાદના નવા નરોડાના શ્રીબાલાજી એન્કલેવમાં ૬ લોકોની ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. પરંતુ રહીશો જાગી જતા તેમણે ગેંગ પર પથ્થરમારો કરતા તે લોકો ફરાર થઇ ગયા હતાં. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે નવા નરોડાના શ્રીબાલાજી એન્કલેવમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ રાતે બે વાગે આવી હતી. આ ગેંગમાં કુલ ૬ લોકો આવ્યાં હતાં. મોડીરાતે ગેંગ આવી ત્યારે ફ્લેટના રહીશો જાગી ગયા હતાં. તેમણે અચાનક આ લોકોને જાતા ગેંગ પર પથ્થરમારો કર્યો હતો. આ મામલામાં રહીશોએ નરોડા પોલીસને ફરિયાદ નોંધાવી છે.
થોડા મહિનાઓ પહેલા પણ ચાંદખેડા ગામની પાછળ આવેલા આમ્રકુંજ બંગલોઝમાં મોડી રાતે હથિયાર સાથે આવેલી ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ત્રાટકી ૩૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. પરિવારજનો જાગી જતાં લૂંટારુઓએ પથ્થરમારો પણ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY