મેલબોર્ન,તા.૨૪
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પ્રતિષ્ઠીત બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં એક નવો કેપ્ટન સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘મેક અ વિશ ફાઉન્ડેશન’ સાથે મળીને સાત વર્ષીય આર્ચી શીલરના ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન બનવાના સપનાને સાકાર કરવાનું કામ કર્યુ છે.
ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન ટિમ પેને યાર્રા પાર્કમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આર્ટીને ટીમનો કો-કેપ્ટન બનાવવાની સત્તાવાર ઘોષણા કરી હતી. આર્ચી સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમને મળી ચુક્વ્યો છે અને ટીમનો ડ્રેસિંગ રૂમ પણ જાઇ ચુક્વ્યો છે.
આર્ચી ત્રીજી ટેસ્ટ મેચ માટે ઉતરનારી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી કરશે. હકીકતમાં આર્ચીને આ અંગેની જાણકારી ઓસ્ટ્રેલિયા ટીમના કોચ જસ્ટિન લેંગરે પોતે ફોન કરીને આપી હતી. આર્ચીએ ઓસ્ટ્રેલિયા ટીમ સાથે નેટ સેશનમાં જણાવ્યુ અને નાથન લિયોન સાથે બોલીંગ પણ કરી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


