મુંબઈ,તા.૧૨
મોખરાની જાડી રાજકુમાર રાવ અને કંગના રનૌતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સાઇકો થ્રીલર ફિલ્મ મેન્ટલ હૈ ક્યાની રિલિઝ ડેટ ગુરુવારે જાહેર કરાઇ હતી.
માતબર ફિલ્મ સર્જક એકતા કપૂરની આ ફિલ્મ અગાઉ ૨૦૧૯ના ફેબુ્રઆરીની ૨૨મીએ રજૂ થવાની હતી પરંતુ હવે માર્ચની ૨૯મીએ રજૂ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે.
રાજકુમાર રાવે ટ્વીટર પર આ માહિતી શૅર કરતાં લખ્યું, તૈયાર થઇ જાઓ… અમારી મેન્ટલ હૈ ક્યા… ૨૦૧૯ના માર્ચની ૨૯મીએ અમે રજૂ કરવાના છીએ.
આ ફિલ્મમાં દરેક માણસમાં રહેલા પાગલપણાની અને વિચિત્ર વર્તનની વાત વણી લેવામાં આવી છે. અમાયરા દસ્તૂર અને જિમી શેરગિલ પણ એમાં મહત્વના રોલ કરી રહ્યા છે.
નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર પ્રકાશ કોવલેમૂડી એના સુકાની છે. આ ફિલ્મ થ્રીલર હોવાની સાથોસાથ કેમેડી પણ છે એવી જાણકારી મિડિયાને આપવામાં આવી હતી. એકતા કપૂરની બાલાજી અને કર્મા મિડિયા એન્ડ એન્ટરટેઇમેન્ટ એના સહિયારા સર્જકો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





