સુરત,તા.૧૨
ગુજરાત રાજ્ય અડીને આવેલ મહારાષ્ટ્રના નવાપૂર તાલુકાના નવાપુર- પિંપળનેર રસ્તા ઉપર આવેલા રાયપુર જામતલાવ ગામના વિસ્તારમાં સુરતના બે આંગડીયાને બંદૂક અને ચાકૂ બતાવવી બે કરોડ ૪૧ લાખ ૫૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જેથી ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ સહિત આંગડીયા પેઢીઓમાં ચકરાઈ મચી ગઈ હતી. સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવાપુર પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સુરતના હરીશભાઈ પટેલ અને મેહુલભાઈ પટેલ કારમાં (નંબર એમ એચ ૧૯ બી યૂ ૯૦૦૯) ગાડીમાં બે કરોડ ૪૧ લાખ ૫૦ હજાર રૂપિયા બેગમાં લઈ જળગાવથી- સુરત તરફથી અમદાવાદ જતાં હતા. ત્યારે નવાપુર તાલુકાના નવાપુર- પિંપળનેર રસ્તા ઉપર આવેલા રાયપુર જામતલાવ ગામના વિસ્તારમાં એક ઇનોવા ગાડી (નંબર જી.જે ૦૫ સી એલ ૨૨૪૩)માં છ અજાણ્યા વ્યકિતને માર મારીને બંદૂક અને ચાકૂ બતાવવી રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયાં હતાં.
આ બાબતે નવાપુર પોલીસ સ્ટેશનમાં શૈલેષ પટેલ (ઉમર ૩૮ રહે. અલથાણ ભટ્ટાર સુમન અમૃત સોસાયટી સુરત) ગુરૂવારે મોડી રાત્રે એક કલાકે નવાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ગુનો ગંભીર હોવાથી નંદુરબાર જિલ્લાના એસ.પી સંજય પાટીલ, એડીશનલ એસ પી ચંદ્રકાંત ગવળી, ડીવાયએસપી રમેશ પવાર, એલસીબીના પીઆઈ કિશોર નવલે, નવાપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ વિજયસિગ રાજપૂત, દિપક પાટીલ મોડી રાત સુધી પંચનામા કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







