ઝઘડીયા ટાઉનમા જાહેરમા જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
13

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ થી જીલ્લામા દારૂ તેમજ જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો. સ.ઇ વાય. જી.ગઢવી તેમજ ટીમ ના પોલીસ માણસો ઝઘડીયા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ઝઘડીયા નવા એસ.ટી ડેપો પાસે એ.પી.એમ.સી ની દુકાનો નજીક જાહેર મા કેટલાક ઇસમો પત્તા-પાના વડે જુગાર રમતા હોવાની બાતમી હકીકત મળતા મળેલ બાતમી આધારે ઝઘડીયા નવા એસ.ટી ડેપો પાસે એ. પી. એમ.સી ની દુકાનો નજીક જાહેરમા જુગારની પ્રવુતિ અંગે રેડ કરતા ચાર ઇસમો જુગાર રમતા ઝડપી પાડવામા આવેલ જેમા
(૧) નજરૂલ ઇસ્લામ સાબેદઅલી
(૨) માનીરૂલ શાહજહાન શેખ
(૩)સાકીમ અઝાહર
(૪) હુમાયુન એક્લાસ શેખ તમામ રહે.હાલ- ઝગડીયા નવા એસ.ટી ડેપો પાસે એ.પી.એમ.સી શોપીંગ સેન્ટર જી-ભરૂચ મુળ રહે-જેસારોટરોલા જી-માલ્દા વેસ્ટ બંગાલનાઓ ગે.કા રીતે પત્તા-પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા રોકડા રૂપિયા ૧૧,૫૫૦/-તથા જુગારના સાધનો તથા મોબાઇલ ફોન-૦૪ મળી કુલ કિં.રૂ.૨૬,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામ વિરૂધ્ધ ઝઘડીયા પો.સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY