તિરુવનંતપુરમ્,તા.૨૦
કેરળમાં લાખો લોકો ભારે વરસાદને કારણે આવેલા પૂરના કારણે ઝઝુમી રહ્યા છે. સદીની આ સૌથી મોટી આફતમાં બધુ જ તબાહ થઇ ગયુ છે. આ સમયે શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સર્ટિફિકેટ પલળી જતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. ૧૯ વર્ષના આ વિદ્યાર્થી ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, કૈલાસ નામના વિદ્યાર્થીનો પરિવાર કોઝીકોડ જિલ્લામાં આવેલા કરથુંરમાં રહેતો હતો. તેમના આખા ઘરમાં પુરનું પાણી ફરી વળ્યુ અને તેમને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા. કૈલાસે તાજેતરમા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનીંગ ઇન્સ્ટટ્યુટમાં પ્રવેશ મળ્યો હતો અને તેણે નવા કપડા પણ ખરીદ્યા હતા. વરસાદ ઓછો થતા તે પોતાના ઘરે પાછો ફર્યો હતો અને ઘરની પરિસ્થિતિ જાતા જ તેને આઘાત લાગ્યો હતો. બધુ જ તણાય ગયુ હતું. ઘરવખરીની સાથે સાથે તેના ૧૨માં ધોરણના સર્ટિફિકેટ પણ પલળી ગયા હતા. આ આઘાતથી તેણે ગળેફાંસો ખાઇ લીધો હતો.
તેના પરિવારજનો જ્યારે ઘરે આવ્યા ત્યારે તેની લાશ ઘરમાં લટકતી હતી. તેના પિતા મજુરી કરે છે અને દિકરો તેમનો આધાર હતો. કેરળમાં આવેલા પૂરમાં ઘરવખરી તણાઇ ગઇ હતી. દિકરો પણ ગયો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



