લખનૌ,તા.૧૧
દેશમાં વરસાદના કારણે નિર્માણાધીન ઇમારતો અને ફ્લાયઓવર ધરાશાયી થવાની ઘટનાનો સિલસિલો જારી છે. આજે સવારના ૭-૩૦ વાગ્યાના સુમારે ઉત્તર પ્રદેશના બસ્તીમાં નેશનલ હાઇવે-ર૮ પર નિર્માણાધીન ફ્લાયઓવર એકાએક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ ફ્લાયઓવર ધરાશાયી થતાં ચાર લોકો ઘાયલ થયા હતા. ફ્લાયઓવરનું ૬૦ ટકાથી વધુ કામકાજ પૂરું થઇ ચૂક્યું હતું.
ધરાશાયી થયેલા ફ્લાયઓવરના કાટમાળની ચપેટમાં આવી જતાં ચાર લોકો ઘાયલ થયા હતા અને એક શખ્સ હજુ પણ કાટમાળ નીચે દબાયેલ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા રેસ્કયૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલુ છે.
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના નગર પોલીસ સ્ટેશનના ફૂટહિયા વિસ્તારની છે. ફ્લાયઓવર ધરાશાયી થવાની ઘટનામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇÂન્ડયાની બેદરકારી બહાર આવી છે.
હાઇવે પરનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક રાહત પહોંચાડવા આદેશ કર્યો છે, જેથી આ વિસ્તારમાં ફરીથી વાહન વ્યવહાર શરૂ કરી શકાય.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


