બીજેપી MLAની પુજા કરવાથી અપવિત્ર થયું મંદિર

0
63

હમીરપુર,તા.૩૦
હમીરપુરમાં મહિલા ધારાસભ્ય મંદિરમાં દર્શન કરવા ગઈ, અને મોટી બબાલ થયાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાની એક મહિલા ધારાસભ્યના મંદિરમાં પ્રવેશ કરતા તેને ગંગાજળથી ધોઈને પવિત્ર કરાવવાનો મામલો સામે આવ્યો છે. જા કે, વિકાસખંડ રાઠના મુસ્કરા ખુર્દ ગામમાં ધૂમ ઋષિનો આશ્રમ છે, અહીં, તેમની પ્રતિમા લાગેલી છે. માન્યતા પ્રમાણે અહીં મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ પરંપરાને વિસ્તારના ધારાસભ્ય મનીષા અનુરાગીએ તોડી હતી, જેના કારણે ગ્રામીણો અને પુજારીએ મળીને આ મંદિરને ગંગાજળથી શુદ્ધિકરણ કર્યું હતું. રાઠ કોતવાળી વિસ્તારનો ઈતિહાસ મહાભારત કાળથી જાડાયેલો છે અને મુસ્કુરા ખુર્દ ગામમાં બનેલું ધૂમ ઋષિનો આશ્રમ પણ મહાભારત યુગનો બતાવવામાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, વીતેલા સમયમાં પાંડવો પણ અહીં આવીને રોકાયા હતા અને ત્યારથી આ આશ્રમ અને અહીં બનેલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે પ્રતિબંધ છે.
ગ્રામીણોએ મહિલા ધારાસભ્યને મંદિર પ્રાંગણમાં જાઈ તો હડકંપ મચી ગઈ હતી. અફરા તફડીમાં આખો આશ્રમ અને મંદિરને ગંગાજળથી ધોઈને પવિત્ર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગ્રામીણોએ ફાળો ભેગા કરી ધૂમ ઋષિની પ્રતિમાને ઈલાહાબાદના સંગમમાં સ્નાન કરાવીને ફરીથી સ્થાપિત કરી હતી. જ્યારે મામલામાં ધારાસભ્ય મનીષા અનુરાગીએ કહ્યું કે, તે આ માન્યતા વિશે અજાણ છે. તેમને વધુમાં કહ્યું કે, મને પ્રાચીન મંદિર વિશે ખબર પડી તો હું પુજા-પાઠ માટે ચાલી ગઈ. મારા જવાથી મંદિરને ગંગાજળથી ધોઈને પવિત્ર કરવામાં આવ્યું, તે પણ મને ખબર નથી. સુપ્રીમ કોર્ટ દેશના ઘણા મંદિરોમાં મહિલાઓના પ્રવેશને લઈને સખ્ત વલણ અપનાવી રહી છે, પરંતુ તેમ છતાં પણ લોકોનું વલણ મહિલાઓ પ્રતિ યોગ્ય થઈ રહ્યું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY