કરજણ ડેમ રુલ લેવલ થી પાર થતા 1200 ક્યુસેક પાણી છોડાયું, કરજણ નદી ના કાંઠા ના વિસ્તારો સાબદા કરાયા

0
154

કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતા સપાટી રુલ વટાવી 30 સેમી વધી જતા ડેમને નુકસાન ના જાય એ માટે 5 નંબરનો ગેટ 20 સેમી ખોલી 1200 ક્યુસેક પાણી છોડાયું

રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા અઠવાડીયા માં સાર્વત્રીક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેની સાથે કરજણ ડેમન ઉપરવાસમા 600 સ્કવેર મીટર ના કેચમેન્ટ વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ નોધાતા કરજણ ડેમના ઉપરવાસમાથી 7000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. અને હાલ વરસાદ ચાલુ છે ત્યારે કરજણ ડેમનું રુલ લેવલ 106.31મીટર છે. જ્યારે જળસપાટી 106.54 મીટર છે. એટલે રુલ લેવલ કરતા 20 સેમી જેટલી સપાટી વધી ગઈ અને હજુ પાણીની આવક ચાલુ છે જેથી બપોરે 3 કલાકે કરજણ ડેમના 5 નંબરનો ગેટ ખોલી 1200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આવક ઓછી થતા ગેટ બંધ કરી ફરી રુલ લેવલ મેન્ટેન કરવામાં આવશે। ખુલ્લા રાખ્યા છે અને હાલ 19980 ક્યુસેક પાણી કરજણ નદીમા છોડાતા નદી બે કાંઠે વહેવા લાગી છે અને રાજપીપળા મા લોકો ચાલુ વરસાદે જોવા ટોળે વળ્યા હતા. જેથી રાજાપીપળા ટાઉન પોલિસ દ્વારા સુરક્ષા પણ મુકાવામા અવી હતી કે કોઇ નદી તરફ જાય નહિ,

આ બાબતે કરજણ સિંચાઈ વિભાગ નર્મદાના ના કાર્યપાલક ઈજનેર એ.વી.મ્હાલે જણાવ્યું હતું કે ડેમનું રુલ લેવલ હાલ મેઇન્ટેન થઈ ગયુ છે, આજે 23 જુલાઈ ના રોજનું રુલ લેવલ હતું જે પર કરી જળસપાટી ઉપર જતા અમારા વડી કચેરીની સૂચનાથી હાલ પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી કાંઠાના ગામો, વિસ્તારોને કોઈ નુકશાન નહિ થાય, અમે ડિઝાસ્ટર, પોલીસ સહીત ના સંબંધિત ને સૂચના આપી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY