સેક્સી તનુશ્રી દત્તાને સાહસી નિવેદન બદલ વરૂણનો ટેકો

0
14

મુંબઇ,તા. ૩
વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મો કરી ચુકેલી અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંંથી ગુમ થયેલી તનુશ્રી દત્તા નાના પાટેકર પર આક્ષેપ કરીને ફરી ચર્ચાના ઘેરામાં આવી ગઇ છે.

તનુશ્રી વિતેલા વર્ષોમાં ભારે ચર્ચામાં રહી હતી. તે ઇમરાન હાશ્મી સાથે આંશિક બનાયા આપને ફિલ્મમાં ચમકી હતી. જેમાં કેટલાક સેક્સી સીન હતા. નાના પાટેકરે તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ તેવા તનુશ્રીના નિવેદન બાદ બોલિવુડ હાલમાં બે ભાગમાં વિભાજત છે. કેટલાક સ્ટાર તનુશ્રીને ટેકો આપી રહ્યા છે. જે લોકો તનુશ્રીને ટેકો આપી રહ્યા છે તેમાં હવે યુવા પેઢીમાં લોકપ્રિય વરૂણ ધવનનો સમાવેશ થાય છે.

તનુશ્રીના સાહસી નિવેદન બાદ આની પ્રશંસા કરવામા ંઆવી છે. હાલમાં સુઇ ધાગા ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે કામ કરી ચુકેલા વરૂણે કહ્યુ છે કે તે તનુશ્રીને ટેકો આપે છે. એક દશકના લાંબા ગાળા બાદ તનુશ્રીએ ખુલાસો કરતા કહ્યુ છે કે નાના પાટેકરે તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ. જાતિય સતામણીના આરોપ બાદ તનુશ્રી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઇ છે. વરૂણે કહ્યુ છે કે અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને વધુ સુરક્ષિત કરવા માટે ઇચ્છુક છીએ. વરૂણતે પહેલા ઓક્ટોબરમાં નજરે પડ્યો હતો. જે ફ્લોપ સાબિત થઇ હતી. ત્યારબાદ જુડવા-૨ ફિલ્મ તેની સુપરહિટ સાબિત થઇ હતી.

તનુશ્રી દત્તા આટલા લાંબા સમય બાદ જાતિય સતામણીની વાત કેમ કરી રહી છે તેને લઇને પણ પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે.વરૂણ ધવને કહ્યુ છે કે તે સુઇ ધાગા ફિલ્મને લઇને વ્યસ્ત હતો. જેથી સમગ્ર પ્રકરણ સંબંધમાં તેની પાસે માહિતી નથી. જા કે તે સાહસી રીતે નિવેદન કરવા બદલ તે તનુશ્રીને ટેકો આપે છે. જા કે બોલિવુડમાં અમિતાભ બચ્ચન સહિતની હસ્તીઓએ હજુ સુધી આ મુદ્દા પર કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. વરૂણ દ્વારા આ વિષય પર વધારે વાત કરાઇ નથી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY