મોડાસા,તા.૧૪
બાયડ તાલુકાના ડેમાઈ ગામે રહેતા ધવલ મકવાણા તારીખ ૧૨ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ મોડાસા ખાતે કોલેજ જવાનું કઈ નીકળ્યો હતો, જોકે ત્રણ દિવસ સુધી તેઓ પરત ન ફરતા પરિવારજનોને બાયડ પોલીસ સ્ટેશને જાણ કરી છે. ધવલ મકવાણા મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં નોકરી કરતો હતો અને તે તેને અગાઉ એટીકેટી આવેલ હોય ઘરે બેસી અભ્યાસ કરતો હતો અને પરીક્ષા હોય ત્યારે તે મોડાસા કોલેજમાં જતો હતો. ગુમ થયેલ યુવક ધવલ મકવાણા કોલેજ જવાનું કહીને મોડાસા થી નીકળ્યો પરંતુ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ ચાલુ રાખી છે. પરિવારજનોની શોધખોળ કરતા મોડાસા લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં લાગેલા સીસીટીવી તે જોવા મળ્યો હતો.
આ સમગ્ર મામલે પરિવારજનોએ બાયડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે પણ હજુ સુધી પોલીસ ગુમ થયેલ યુવકના કૉલ ડીટેલ્સ ની રાહ જોઈ રહી છે તો બીજી બાજુ પરિવારજનોએ યુવકના સીસીટીવી ફૂટેજ શોધીને પોલીસને આપ્યા છે. સીસીટીવી ફૂટેજ આપવા છતાં હજુ સુધી પોલીસ આ મામલે આગળ વધી શકી ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે પોલીસ તપાસ ક્યારે આગળ વધારે છે તે એક સવાલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




