મોડાસા,તા.૯
સાયરા (અમરાપુર)ની અનુસૂચિત જાતિની યુવતીની હત્યા અને દુષ્કર્મ મામલે મંગળવારે લોકોના આંદોલનને પગલે પોલીસે ૪ સામે ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ યુવતીનો મૃતદેહ ડી કમ્પોઝ થતાં અમદાવાદની બી.જે. મેડિકલમાં ખસેડાયો હતો. ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમે પીએમ કર્યું છતાં પરિવાર આરોપીઓની ધરપકડ ન થયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતા. જો કે, ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી મોડી રાત્રે ૨ વાગે પરિવારે મૃતદેહ સ્વીકારીને ગામ રવાના થયા હતા. ૪ આરોપીઓને પકડીને કાર્યવાહી કરવાની માંગ સાથે ગઈકાલે રાત્રે લોકોના ટોળેટોળા સિવિલ હોસ્પિટલ ઉમટી પડયા હતા.
મૃતક યુવતીના પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બહાર સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડાસા-સાયરા ગેંગ રેપને લઇને મોટી સંખ્યામાં યુવાઓ ભેગા થયા હતા. યુવાઓએ રોડ બંધ કરી વિરોધ કર્યો હતો. ન્યાયની માગણી સાથે યુવાઓ રોડ પર સૂઈ ગયા હતા. સવારથી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોની ભીડને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


