મોંઘવારી પર બ્રેક મુકવા મોદી સજ્જ

0
31
New Delhi: Prime Minister Narendra Modi addresses at the silver jubilee celebration of National Human Right Commission, in New Delhi, Friday, Oct 12, 2018. (PTI Photo/Atul Yadav) (PTI10_12_2018_1000102B)

વર્તમાન સપ્તાહ પેટ્રોલ અને ડીઝલની કિૅંમતને લઇને ખુબ ખાસ રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હવે એક્શન મોડમાં આવી ગયા છે.

કારણ કે તેઓ જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં અવિરત વધારાના કારણે લોકોમાં વધી રહેલી નારાજગીના સંકેતને સમજી રહ્યા છે. હવે મોદી પોતે સંબંધિતો લોકો સાથે બેઠકોનો દોર શરૂ કરી ચુક્યા છે. મોંઘવારી પર બ્રેક મુકવા માટે મોદી જુદા જુદા વિકલ્પ પર કામ શરૂ કરી ચુક્યા છે. આના ભાગરૂપે સોમવારના દિવસે મોદી નિષ્ણાંતોન સાથે વાતચીત કરનાર છે. ગુરૂવારના દિવસે પણ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી રહ્યા છે. હકીકતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ડોલરની સામે રૂપિયામાં સતત અવમુલ્યનના કારણે મોદી ચિંતાતુર દેખાઇ રહ્યા છે. સાથે સાથે ગંભીર પણ દેખાઇ રહ્યા છે. મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના મામલા ચૂંટણી મુદ્દા બની શકે છે.

આ બાબતના સંકેત મોદીને મળી ચુક્યા છે. આવા સંકેત મળ્યા બાદ સરકાર કોઇ પણ કિંમતે ભાવ વધારાની સ્થતી પર અંકુશ મુકવા માટે તૈયાર છે. સરકારને મળેલા ફિડબેક મુજબ કિંમતોમાં લાગેલી આગના કારણે મોદી સરકારની રાજકીય મુડીમાં આગ લગાવી શકે છે. વિપક્ષ આગામી મહિનામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે. સાથે સાથે આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને લઇને પણ પાર્ટી દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. આ જ કારણસર ભાજપ પેનિક મોડમાં છે. મોટી ચિંતા સરકારની સામે એ છે કે એકલા હાથ ભાવ વધારાની સામે લડવાની બાબત શક્ય નથી. કેટલાક એવા આંતરરાષ્ટ્રીય પરિબળો પણ છે જે મોદી સરકારની મુશ્કેલીને વધારી રહ્યા છે. આ પરિબળો પર કોઇ અંકુશ નથી. રૂપિયો પણ ડોલરની સામે હજુ સુધીની સૌથી નીચે સપાટી પર પહોંચી ગયો છે.

સરકારની સામે બેવડા પડકારો છે. થોડાક દિવસ પહેલા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ કંપનીઓને એક રૂપિયોનો ઘટાડો કરવાનો આદેશ મોદીના ઇશારે જ કરવામાં આવ્યોહતો. મોદીની દરમિયાનગીરી બાદ કિંમતોને ઘટાડી દેવા માટે મોદીએ કહ્યુ હતુ. કેટલાક પગલા પણ લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્યો દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એવા હેવાલ પણ આવી રહ્યા છે કે ક્રુડ ઓઇલની કિંમતો ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોચી શકે છે. આવી સ્થતીમાં સરકાર માને છે કે પહેલાથી જ એવા રસ્તા શોધી કાઢવામાં આવે જેના કારણે ચૂંટણીના સમય સ્થતી કાબુની બહાર ન જતી રહે. આ જ પ્રયાસના ભાગરૂપે શુક્રવારે મોદીએ નાણાંપ્રધાન જેટલી અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક કરી હતી.

સામાન્ય ચૂંટણી પહેલા મોદી કેટલીક મોટી કલ્યાણઁકારી યોજના મારફતે મોટદાવ રમવા માટે તૈયાર છે. મોદી સાફ શબ્દોમાં પોતાના પ્રધાનો અને અધિકારીઓને કહી ચુક્યા છે કે આયુષ્માન ભારત યોજનાને આક્રમક રીતે લાગુ કરવામાં આવે. આ ઉપરાંત સરકાર ઉજ્જવલા યોજના, મફત મકાન આપવા સાથે સંબંધિત યોજના, ઘર ઘર વીજળી આપવાની યોજના માટે ચૂંટણી પહેલા વધારાના નાણાં ઉપલબ્ધ કરાવી શકાય છે. મોદી સંકેત આપી ચુક્યા છે કે સામાન્ય ચૂંટણીમાં ભાજપ આ તમામ યોજનાને લઇને લોકોની વચ્ચે પહોંચનાર છે. આવી સ્થતીમાં સરકારને લાગે છે કે જા પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડી દેવા માટે ટેક્સમાં કાપ મુકાશે તો મહેસુલી આવકમાં ઘટાડો થશે. જેથી તેની સીધી અસર આ યોજનાઓના અમલીકરણ પર થઇ શકે છે.

સાથે સાથે પેટ્રોલની કિંમત પર ટેક્સ કાપના રસ્તાને અપનાવવામાં આવશે તો પણ તેની અસર અર્થવ્યવસ્થા પર પ્રતિકુળ રીતે થઇ શકે છે. સરકાર હાલમાં આ મામલે બેવડા પડકારોનો સામનો કરી રહી છે.

વર્ષ ૨૦૧૪માં આવેલા આંકડા મુજબ ભાજપને કુલ મળેલા મત પૈકી ૨૦ ટકા મત આર્થિક મોરચા પર સારી આશા સાથે મત આપ્યા હતા. આમાં મોટા ભાગના મિડલ ક્લાસ અને યુવા વોટર હતા. મિડલ ક્લાસ વર્ગને ચાર વર્ષમાં વધારે રાહત મળી નથી તેવા આરોપો સરકાર પર થઇ રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY