ડુંગળીએ કિસ્મત બદલી હતી.

0
58

 મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોને લઇને ચિંતાતુર છે તો તેની ચિતા વાજબી છે.

જુના ઇતિહાસને ખોલીને જાવામાં આવે તો જાણી શકાય છે કે મોંઘવારીના મુદ્દાએ હમેંશા ચૂંટણીમાં ભૂમિકા અદા કરી છે. ડુંગળીની કિંમતોએ પણ વિતેલા વર્ષોમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૦૪માં સામાન્ય ચૂંટણી પહેલા અટલ બિહારી વાજપેય સરકાર ખુબ સારી સ્થતીમાં હતી. સરકારની કામગીરીથી લોકો ખુશ હતા.

કારણ કે વાજપેયી એકપછી એક પગલા લઇ રહ્યા હતા. પરમાણુ પરિક્ષણ પણ તેમના ગાળામાં જ કરવામાં આવ્યા હતા. ૨૦૦૪ની ચૂંટણીમાં સામાન્ય રીતે લાગી રહ્યુ હતુ કે એનડીએ સરકાર વિશ્વાસ સાથે જીતી જશે. જા કે ત્યારબાદ સ્થતી એકાએક બદલાઇ ગઇ હતી. ડુંગળીના મુદ્દાએ એકાએક સરકારની મુશ્કેલી વધારી દેવાન શરૂઆત કરી હતી. પહેલા સરકાર પર આને લઇને પ્રહારો થવા લાગ્યા હતા, ચૂંટણી નજીક આવી ત્યાં સુધી તો આ એક મોટો મુદ્દો બની ગયો હતો. વાજપેયી જેવા સારા શાસક હારી ગયા હતા.

મોદીને સાથી પક્ષોની પણ સલાહ મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના કારણે મોટી કિંમત ચુકવવી પડી શકે છે. યોગ ગુરૂ બાબા રામદેવ પણ સમય સમય પર તેની પ્રતિકુળ અસર પડવાના સંકેત આપી ચુક્યા છે. શિવ સેના દ્વારા પણ લોકો પ્રશ્ન કરી રહ્યા હોવાની વાત કરી રહી છે. સરકાર પણ આવી ઘોષિત અને બિનઘોષિત સાથીઓની સલાહને ફગાવ શકે તેમ નથી. આવી સ્થતીમાં ભાવ વધારો જટિલ બની શકે છે. મોદી સરકાર હાલમાં તમામ પાસામાં અભ્યાસ કરી રહી છે. ચૂંટણી માહોલમાં લોકો નારાજ ન રહે તેમ મોદી ઇચ્છે છે. જેથી સક્રિય વધુ થઇ રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY