૧૭મી લોકસભા ની ચુંટણી ઓ પૂરી થઈ ગયા પછી દિલ્હીની ગાદી પર ફરી એકવાર મોદી સરકાર આવી ગઈ છે. મંત્રીમંડળ નક્કી થઈ ગયુ છે. વિભાગોની વહેચણુ પણ થઈ ગઈ છે. નવા મંત્રીઓએ નવા હોદ્દા પણ સંભાળી લીધો છે. નવા મંત્રી નવા હોદ્દાને અનુસાર ભારત ભ્રમણ ઉપર નીકળવાના છે. મોદી સરકાર ૨.૦ એ નવી શિક્ષણ નીતિ નો મુસદ્દો જાહેર કર્યો છે. જેમા ત્રણ ભાષાની ફોર્મ્યુલા અનુસાર હિન્દી ભાષાને ભણાવવી ફરજિયાત કરવાની ભળામણ કરવામાં આવી છે. જેને લઇને દક્ષિણના રાજ્યોમાં ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. હિન્દીને આમ તો રાષ્ટ્રભાષા કહે છે પરંતુ દક્ષિણના રાજ્યોમાં જેવા કે કર્ણાટક, આંધ્ર, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, પોંડિચેરી વગેરેમાં હિન્દી વર્જીત કે પછી અન્ય શબ્દો માં કહીએ તો તેને રાષ્ટ્રીય ભાષા માનતા નથી. જ્યારે હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવામાં આવી ત્યારે આ રાજ્યોએ જારદાર વિરોધ કર્યો હતો. આંદોલન કર્યું હતું. અને ત્યારથી આ રાજ્યો ઉપર હિન્દીને નાખવાની કોઈ કોશિશ ન થઈ. પરંતુ મોદી સરકાર ૨.૦ એ નવી શિક્ષા નીતિ અંતર્ગત જાણે કે નવા વિવાદને જન્મ આપી દીધો.
લોકસભાના ચૂંટણી પરિણામ જાઈએ તો કર્ણાટકમાં ભાજપાને ૨૮ માંથી ૨૫ સીટો મળી હતી તામીલનાડુમાં ભાજપા ના ને બરાબર રહી છે. કેરળમાં તો ભાજપાનુ ખાતું પણ ખુલ્યું નથી. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ભાજપાએ કોઈ ખાસ ગતિ યા પ્રગતિ નથી કરી. કર્ણાટકને છોડીને દક્ષિણ ભારતના તમામ રાજ્યોના મતદાતાઓએ ભાજપાને નકાર્યું છે. શું આ પરિણામને નજરમા લઈને ભાજપા સરકારે નવી શિક્ષા નીતિ અંતર્ગત હિન્દી ભાષાને જબરદસ્તીથી ઠોકવાનો કોઈ પ્રયાસ તો નથી કર્યો.? કેમકે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકાર ૧ મા હિન્દી ભાષાની કોઈ નોધ નથી લેવામાં આવી. પરંતુ અત્યારે જે રીતે હિન્દી ભાષાને ઠોકવાનો જે રીતે પ્રયાસ શરૂ થયો છે તેને રાજકારણની સાથે જાડીને જાવામાં આવી રહ્યો છે. અને જાણે કે દક્ષિણ ભારતના મતદાતાઓએ ભાજપાને વોટ નથી દીધો એટલા માટે તેને સજા કરવાને માટે તેમના પર જબરજસ્તીથી હિન્દી ભાષાને નાખવાનો આ પ્રયાસ લાગી રહ્યો છે. આવું જો કોઈ કહે તો આમા કંઈકને કંઈક તો વજૂદ તો લાગી જ રહ્યું છે.
હિન્દી ભાષા કહેવાને માટે તો રાષ્ટ્રીય ભાષા છે પરંતુ મહારાષ્ટ્ર ગોવાથી આગળ આને બોલવાવાળાની સંખ્યા નહિ બરાબર છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં એવું નથી કે તેઓ હિન્દી ભાષા સમજતા નહીં હોય કે જાણતા ન હોય. કેટલીયેવાર ઉત્તર ભારતના પ્રવાસીઓને આવો અનુભવ થયો છે. અને થાય છે કે તેઓ કંઈક જાણવા માટે દક્ષિણ ભારતના લોકોને સવાલ હિન્દીમાં કરે છે અને જવાબ સ્થાનિક ભાષામાં કે અંગ્રેજી ભાષામાં મળે છે તેનો મતલબ કે તેઓ હિન્દી સમજે પરંતુ હિન્દી બોલવું જાણે કે તેમના હિતમાં જ નથી તે રીતે તેઓ વર્તન કરે છે અસલમાં જાવામાં આવે તો દક્ષિણ ભારતના લોકોમાં પોતાની સ્થાનીક અને પ્રાતિય ભાષા પ્રત્યે બહુ જ મોટુ વળગણ છે. તેઓ તમિલ, કન્નડ, મલયાલયી વગેરેમા વાતચીત કરશે પરંતુ હિન્દીમાં વાતચીત કરવી તેમની શાનની વિરૂધ્ધ હોય એવું માને છે. નવી સરકારે જા આ રાજ્યોમાં હિન્દીને લોકપ્રિય બનાવવી હોય તો તેમના દિલોને જીતવા પડશે. જબરજસ્તીથી નાખવાથી કોઈ ભાષા શીખતા નથી અને બોલતા પણ નથી. શુ આને એવું માની લેવામાં આવે કે મોદી સરકારને આ રાજ્યોએ તેમના મનની વાત સાંભળવાનો ઈન્કાર કરી દીધો તો હિન્દી ભાષા થોપી દેવામાં આવી?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



