દુષ્કર્મની રાત્રે શું થયું હતુ ?

0
140

જોધપુર,તા.૨૫
પીડિતાએ આરોપ મૂકયો છે કે ૧૫ અને ૧૬ ઓગસ્ટની રાત્રે જાધપુરના એક ફાર્મ હાઉસમાં આસારામે સારવારના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આસારામની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.
આસારામ પર ઝીરો નંબરની એફઆઇઆર નોંધાવી હતી, ત્યારબાદ જાધપુર કેસ ટ્રાન્સફર કરી દેવાયો હતો. આસારામની વિરૂદ્ધ આઇપીસીની કલમ ૩૪૨, ૩૭૬, ૩૫૪-એ, ૫૦૬, ૫૦૯/૩૪, જેજે એકટ ૨૩ અને ૨૬ એને પોક્સો એકટની કલમ ૮ની અંતર્ગત કેસ નોંધાયો હતો. ત્યારબાદ ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરથી આસારામની ધરપકડ કરાઇ હતી.
જાધપુર સેશન કોર્ટમાં આસારામની વિરૂદ્ધ કેસ ચાલ્યો. કોર્ટે આરોપ નક્કી કયર્‌.િ આરોપ પત્રમાં ૫૮ સાક્ષી રજૂ કરાયા. જ્યારે પ્રોસિક્યુશન પક્ષની તરફથી ૪૪ સાક્ષીઓએ સાક્ષી આપ્યા. ૧૧ એપ્રિલ ૨૦૧૪થી ૨૧ એપ્રિલ ૨૦૧૪ દરમ્યાન પીડિતાના ૧૨ પાનાનાં નિવેદન લેવાયા. ૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ આસારામને કેદની સજા નોંધાઇ.
૨૨ નવેમ્બર ૨૦૧૬થી ૧૧ ઓક્ટોબર ૨૦૧૭ સુધી બચાવ પક્ષે ૩૧ સાક્ષીઓના નિવેદન નોંધ્યા. તેની સાથે જ ૨૨૫ દસ્તાવેજ રજૂ કરાયા. એસસી-એસટી કોર્ટમાં ૭ એપ્રિલના રોજ ચચર્‌િ પૂરી થઇ ગઇ અને કોર્ટે નિર્ણય સંભળાવાની તારીખ ૨૫ એપ્રિલ નક્કી કરી દીધી. પોલીસની ચાર્જશીટમાં આસારામને સગીર વિદ્યાર્થીને સમર્પિત કરવા અને યૌન શોષણ કરવાનો આરોપી મનાયો છે.
શાહજહાંપુરની બળાત્કારપીડિતાએ આઇપીસીની ધારા ૧૬૪ અંતર્ગત પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તે આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. પેટમાં દુઃખાવો થતાં એક સાધકે તેને ભૂતનો વળગાડ હોવાનું કહી ૧૪ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આસારામ પાસે લઇ જવાઇ હતી. આસારામે તેને જણાવ્યું હતું કે, હું તારું ભૂત ઉતારી દઇશ. તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? સગીરાએ જણાવ્યું હતું કે, બાપુ હું સીએ કરું છું. બાપુએ તેને કહ્યુ હતું કે, સીએ બનીને શું કરીશ? બીએડ કરીને શિક્ષિકા બની જા. તને મારા ગુરુકુળમાં જ શિક્ષિકા બનાવી દઇશ. ત્યારબાદ પ્રિન્સિપાલ પણ બનાવી દઇશ. રાતે મારી પાસે આવજે હું તારું ભૂત ઉતારી દઇશ. ૧૫ અને ૧૬ ઓગસ્ટની રાતે પીડિતાને આસારામની કુટિયામાં લઇ જવામાં આવે છે. ત્યાં તેને રસોઇયા દ્વારા દૂધનો એક ગ્લાસ અપાયો હતો. ત્યારબાદ આસારામે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY